આ તે કેવું!:સૌરાષ્ટ્રની 12 વિધાનસભા બેઠકના 14 ઉમેદવારો પોતાને જ મત નહી આપી શકે

રાજકોટ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાંધલ જાડેજા અને ઈસુદાન ગઢવી - ફાઈલ તસવીર - Divya Bhaskar
કાંધલ જાડેજા અને ઈસુદાન ગઢવી - ફાઈલ તસવીર
  • ભાજપના 6, કોંગ્રેસના 4, આપના 3 અને સપાના 1 ઉમેદવારનો મત અન્યને મળશે
  • મત વિસ્તારમાં જ રહેણાંક ન હોવાથી મત નહી આપી શકે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રથમ તબક્કાના મતદાનમાં 12 બેઠક પરના 14 ઉમેદવારો એવા છે કે જેનું મત વિસ્તારમાં જ રહેણાંક ન હોવાથી ઉમેદવારોને પોતાનો મત મળશે નહી. આ તમામ ઉમેદવારો પોતાનો મત પોતાને આપી નહિ શકે અને અન્ય ઉમેદવારને આપવો પડશે.

રીવાબા જાડેજા,ભાજપ - ફાઈલ તસવીર
રીવાબા જાડેજા,ભાજપ - ફાઈલ તસવીર
વિક્રમ માડમ,કોંગ્રેસ- ફાઈલ તસવીર
વિક્રમ માડમ,કોંગ્રેસ- ફાઈલ તસવીર
ઇન્દ્રનીલ રાજ્યગુરુ,કોંગ્રેસ - ફાઈલ તસવીર
ઇન્દ્રનીલ રાજ્યગુરુ,કોંગ્રેસ - ફાઈલ તસવીર

ઉમેદવારો પોતાને મત નહી આપી શકે
આગામી 1 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન યોજાવવાનું છે ત્યારે ઉમેદવારો એડી ચોંટીનું જોર લગાવી પ્રચાર પ્રસારમાં લાગી ડોર ટુ ડોર પ્રચાર કરી મતદારો પાસે પોતાના માટે મત માંગી રહ્યા છે પરંતુ રાજકોટના 2 સહીત સૌરાષ્ટ્રની 12 બેઠક પરના 14 ઉમેદવારો એવા છે કે જે પોતાને જ મત નહિ આપી શકે. જેમાં ભાજપના 6, કોંગ્રેસના 4, આપના 3 જ અને સમાજવાદી પાર્ટીના 1 ઉમેદવારો પોતાને મત નહી આપી શકે.

ઉદય કાનગડ,ભાજપ - ફાઈલ તસવીર
ઉદય કાનગડ,ભાજપ - ફાઈલ તસવીર
પ્રકાશ દોંગા, AAP - ફાઈલ તસવીર
પ્રકાશ દોંગા, AAP - ફાઈલ તસવીર
મહેશ કશવાલા અને વિમલ ચુડાસમા - ફાઈલ તસવીર
મહેશ કશવાલા અને વિમલ ચુડાસમા - ફાઈલ તસવીર

કઇ બેઠકના ઉમેદવાર નહિ આપી શકે પોતાને મત

વિધાનસભાઉમેદવારપક્ષ
રાજકોટ પૂર્વઉદય કાનગડભાજપ
રાજકોટ પૂર્વઇન્દ્રનીલ રાજ્યગુરુકોંગ્રેસ
કુતિયાણાકાંધલ જાડેજાસપા
સાવરકુંડલામહેશ કશવાલાભાજપ
કેશોદહીરાભાઈ જોટવાકોંગ્રેસ
ખંભાળીયાવિક્રમ માડમકોંગ્રેસ
ખંભાળીયાઈસુદાન ગઢવીAAP
જામનગર ગ્રામ્યપ્રકાશ દોંગાAAP
જામનગર ઉત્તરરીવાબા જાડેજાભાજપ
જામનગર દક્ષિણવિશાલ ત્યાગીAAP
સોમનાથવિમલ ચુડાસમાકોંગ્રેસ
તાલાલાભગવાનજી બારડભાજપ
તાલાલામાનસિંહ ડોડીયાકોંગ્રેસ
કોડીનારડો. પ્રદ્યુમન વાઝાભાજપ

બારકોડવાળી મતદાર માહિતી સ્લિપ આપવાનું ચાલુ થયું
રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્રએ મતદારોને મતદાન મથક માહિતી સ્લિપ આપવાની કામગીરીનો આરંભ કર્યો છે. 23 લાખથી વધુ સ્લિપનું વિતરણ બીએલઓ દ્વારા કરાશે સૌથી મહત્ત્વની વાત છે કે આ વખતે બારકોડેડ સ્લિપ હશે.

ડો. પ્રદ્યુમન વાઝા અને ભગવાનજી બારડ - ફાઈલ તસવીર
ડો. પ્રદ્યુમન વાઝા અને ભગવાનજી બારડ - ફાઈલ તસવીર

ફોટોને બદલે બારકોડ પ્રિન્ટ કરવામાં આવ્યો
વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા ચૂંટણીતંત્રએ 2307237 મતદાર માહિતી સ્લિપ છાપી છે અને તેને વિધાનસભા બેઠક મુજબ જે તે બીએલઓ સુધી પહોંચાડી દેવાઈ છે અને બીએલઓ તે ઘરે ઘરે પહોંચાડશે. આગામી 5 દિવસમાં જ આ કામગીરી પૂરી કરી દેવાશે. ખાસ વાત એ છે કે આ વખતે ફોટોને બદલે બારકોડ પ્રિન્ટ કરવામાં આવ્યો છે.

માનસિંહ ડોડીયા અને હીરાભાઈ જોટવા - ફાઈલ તસવીર
માનસિંહ ડોડીયા અને હીરાભાઈ જોટવા - ફાઈલ તસવીર

ફ્રી નંબર 1950 જેવી વિગતો દર્શાવાઈ
આ બારકોડ સ્કેન કરતાં જ મતદારની વિગતો મળી રહેશે. તેમજ મતદારનું નામ, વિધાનસભા મત વિસ્તાર, મતદાર ઓળખપત્ર નંબર, ભાગ નંબર તથા ભાગનું સરનામું, મતદારનો ક્રમાંક, મતદાન મથકનું નામ, સી.ઇ.ઓ.ની વેબસાઇટ, સી.ઇ.ઓ. કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર 1950 જેવી વિગતો દર્શાવાઈ છે. સ્લિપની પાછળની બાજુએ મતદાન મથકનો ગૂગલ મેપ પણ આપવામાં આવ્યો છે જેથી મતદાન મથક સુધી સરળતાથી પહોંચી શકાશે.

  • સ્લિપની સાથે ચૂંટણી પંચે માન્ય કરેલા આ પૈકી કોઇ એક પુરાવાથી કરી શકાશે મતદાન સ્લિપની સાથે ચૂંટણી પંચે માન્ય કરેલા આ પૈકી કોઇ એક પુરાવાથી કરી શકાશે મતદાન આધારકાર્ડ ફોટો સાથેનો પેન્શન દસ્તાવેજ મનરેગા જોબકાર્ડ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, જાહેરસાહસો અને પબ્લિક લિમિટેડ કંપનીઓના કર્મચારીઓને આપવામાં આવેલું ફોટો ધરાવતું ઓળખકાર્ડ બેંક અથવા પોસ્ટ ઓફિસની ફોટો સહિતની પાસબુક સાંસદ, ધારાસભ્યને અપાયેલું અધિકૃત ઓળખકાર્ડ શ્રમ મંત્રાલયનું હેલ્થ ઇન્સ્ટરન્સ સ્માર્ટ કાર્ડ યુનિક ડિસેબિલિટી આઈ.ડી. (UDID) કાર્ડ ડ્રાઇવિંગ લાઈસન્સ પાનકાર્ડ એન.પી.આર. હેઠળ આર.જી.આઈ.ના સ્માર્ટ કાર્ડ ભારતીય પાસપોર્ટ