ક્રાઇમ:જુગારના બે દરોડામાં 9 મહિલા સહિત 14 પકડાયા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં વધુ બે સ્થળે દરોડા પાડી નવ મહિલા સહિત 14 જુગારીને રોકડા રૂ.57,030 સાથે પકડી પાડ્યા છે. તાલુકા મથક વિસ્તારમાં આવેલા કોપર સેન્ટ નામના એપાર્ટમેન્ટમાં પ્રવીણભાઇ ખીમજીભાઇ પરમારના પહેલા માળે આવેલા ફ્લેટમાં જુગાર રમી રહેલી મીરા પ્રશાંતભાઇ સોની સહિત 8 મહિલાને પોલીસે પકડી પાડી હતી. પોલીસે જુગારના પટમાંથી રોકડા રૂ.22,760ની રોકડ કબજે કરી છે. અને તમામ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જ્યારે અન્ય એક જુગારના દરોડો સંતોષીનગર મફતિયાપરા વિસ્તારમાં આવેલા ભારતી લાલચંદભાઇ રાજાણી નામની મહિલાના ઘરમાં પાડ્યો હતો. આ જુગારના દરોડામાં જુગાર રમતા ભારતીબેન ઉપરાંત પાંચ પુરુષ મળી છ જુગારીને પકડી પાડ્યા હતા. પોલીસે અહીંથી રૂ.34,270ની રોકડ કબજે કરી કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...