ગરમીમાં રોગચાળો વકર્યો:રાજકોટમાં ઝાડા-ઉલ્ટીના 139 કેસ નોંધાયા, એક અઠવાડિયામાં શરદી, ઉધરસના કેસ પણ વધીને 210 થયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • 460 જગ્યાએ મચ્છર ઉત્પત્તિ મળતા નોટિસ ફટકરવામાં આવી

રાજકોટમાં પણ આ વર્ષે ઉનાળાનો આકરો તાપ શરૂ થઇ ગયો છે. બપોરે તો કાળઝાળ ગરમીમાં લોકો શેકાઇ રહ્યા છે ત્યારે છેલ્લા અઠવાડિયામાં ફરી સિઝનલ રોગચાળાના દર્દી વધ્યા છે. જેમાં એક સપ્તાહમાં મનપાના ચોપડે ઝાડા–ઉલટીના 139 અને શરદી-ઉધરસના 210 દર્દીઓ નોંધાયા છે. જયારે સામાન્ય તાવના કેસ 84 કેસ દાખલ થયા છે. આ ઉપરાંત ડેંગ્યુના 8, મેલેરીયાના 4 અને ચિકનગુનિયાના 4 કેસ નોંધાયો છે.આ આંકડા તારીખ 25 એપ્રિલથી 1 મે સુધીના છે જે મનપા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

17,150 ઘરોમાં પોરાનાશક કામગીરી કરાઇ
આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વાહક નિયંત્રણની કામગીરી હેઠળ એક અઠવાડિયામાં પોરાનાશક કામગીરી હેઠળ 17,150 ઘરોમાં પોરાનાશક કામગીરી કરી છે અને 194 ઘરોમાં ફોગિંગ કામગીરી કરી છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વ્હિકલ માઉન્ટેન ફોગિંગ મશીન ફોગિંગ કામગીરી કરવામાં આવે છે.

આ વિસ્તારોમાં ફોગિંગ કરવામાં આવ્યું
આ કામગીરી હેઠળ ળ ખોડીયાર૫રા શેરી નં.3થી 13, આર્દશ સોસા., રાઘેક્રિષ્ણા પાર્ક, રામનાથ૫રા, મેમણવાળી શેરી જુમ્મા મસ્જીદ પાસે, વાલ્કેશ્વ સોસા., બાવાજીરાજ સ્કુલ પાછળ થેલા રામજીની શેરી, ગાયકવાડી, સૈફી કોલોની, બેડી૫રા, પાંજરા પોળ, કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર (રેલનગર), ભોજલરામ સોસા., ગઢિયાનગર, કનકનગર, સદગુરૂનગર, સૈફી કોલોની, પાંજરા પોળ, રામનાથ૫રા, રણછોડનગર, કરણ૫રા, તુલસીવીલા સોસા., જામનગર રોડ, વિનસ પાર્ક, લોહાણા ચાલ (જંકશન પ્લોટ), ભવાનીનગર, ગુંદાવાડી વિસ્તાર, નવલનગર, જે. ડી. પાઠક, ગુરૂપ્રસાદ, ટપુભવાન, રામનાથ૫રા, લક્ષ્મીવાડી એસ.બી.આઇ. બેંક પાસે, રામનાથ૫રા, લલુડી વોકળી આખી, સોરઠીયાવાડી, કૃષ્ણનગર વગેરે વિસ્તારોમાં ફોગિંગ કામગીરી કરવામાં આવી છે.

મચ્છરના બ્રિડિંગ મળતા 460 આસામીને નોટિસ આપી
ડેન્‍ગ્‍યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેક્સ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ અંગે નોટિસ અને વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવી છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય 226 પ્રીમાઇસીસ (બાંધકામ સાઇટ, સ્‍કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે)નો મચ્છર ઉત્પતિ અંગે તપાસ કરી રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ અંગે 460 આસામીને નોટિસ આપવામાં આવી છે.