તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • 137 Positive Cases Of Corona In Rajkot, 73 Patients Discharged, The Number Of Positive Patients In Rajkot City And District Reached 14947

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:રાજકોટમાં કોરોનાના 137 પોઝિટિવ કેસ, 73 દર્દી સાજા થતા રજા અપાઇ, રાજકોટ શહેર અને જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 14947 પહોંચી

રાજકોટ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં 137નો વધારો થયો છે. શનિવારે 137 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા શહેર અને જિલ્લામાં કુલ કોરોનાના દર્દીઓનો આંક 14947 પર પહોંચ્યો છે, જ્યારે રાજકોટમાં સારવાર હેઠળ રહેલા દર્દીઓમાંથી 73 દર્દી સાજા થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.રાજકોટ મનપાએ જાહેર કરેલા આંકડા મુજબ રાજકોટ શહેરમાં 21 નવેમ્બરે બપોર સુધીમાં 35 અને બપોર બાદ 54 પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજકોટ શહેરમાં કુલ પોઝિટિવ દર્દીઓ 10108 થયા છે. રાજકોટમાં શનિવારે 73 દર્દીઓને રજા આપવામાં આવી છે અને હાલ 684 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગના આંકડા મુજબ જિલ્લામાં શનિવારે કુલ 48 પોઝિટિવ દર્દી નોંધાતા કુલ દર્દી 4839 થયા છે. રાજકોટ જિલ્લામાં 1436 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. હાલ રાજકોટ જિલ્લામાં 291 એક્ટિવ કોરોનાના દર્દી છે.

ટોળાં જોવા મળતા વધુ નવ ચા અને પાનની દુકાન સાત દિવસ માટે સીલ
રાજકોટ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે શહેરમાં જુદા જુદા વિસ્તારમાં ચા અને પાનની દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સના ભંગ અંગે ચેકિંગ કર્યું હતું. જેમાં નવ દુકાન પર ટોળાં જોવા મળતા સાત દિવસ દુકાનો સીલ કરવામાં આવી છે. જેમાં 80 ફૂટ રોડ અમૂલ સર્કલ પાસે ભારત પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, ડિલક્સ પાન, ગેલેક્સી પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, બાબા પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, સંતોષ કોલ્ડ્રીંક્સ, શક્તિ ટી સ્ટોલ, ખેતલાઆપા પાન એન્ડ ટી, આત્મીય કોલેજ સામે કાલાવડ રોડ ખાતે ખેતલાઆપા ટી સ્ટોલ અને શક્તિ ટી સ્ટોલ સીલ કર્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો