• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • 134 Out Of 547 Gram Panchayats Of Rajkot District Will Be In Samaras, 413 Will Have Real Battle, More Than 7 Lakh Voters Will Decide The Fate Of Panchayat

ગ્રામ પંચાયતની ચૂંટણી:રાજકોટ જિલ્લાની 547 પૈકી 134 ગ્રામ પંચાયતો સમરસ, 413 પંચાયતોમાં ખેલાશે ખરાખરીનો જંગ, 7 લાખથી વધુ મતદારો પંચાયતનું ભાવિ નક્કી કરશે

રાજકોટએક મહિનો પહેલા
આ ચૂંટણીમાં 144 ચૂંટણી અધિકારીઓ અને 144 મદદનીશ ચૂંટણી અધિકારીઓ કાર્યરત રહેશે
  • જિલ્લામાં કુલ 964 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા, 5,501 જેટલો પોલિંગ સ્ટાફ હાજર રહેશે

ગુજરાતમાં આગામી 19 ડિસેમ્બરના રોજ રાજ્યમાં વિવિધ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. ત્યારે રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં કુલ 547 ગ્રામ પંચાયતો માંથી 134 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ ત્યારે હવે આગામી રવિવારના રોજ 413 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે.

ગેરરીતિ ન સર્જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવનાર છે
ગેરરીતિ ન સર્જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવનાર છે

964 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા
ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર પણ એલર્ટ થયું છે. તેમજ આ ચૂંટણીમાં કોઇપણ પ્રકારની ગેરરીતિ ન સર્જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવનાર છે. ગ્રામ પંચાયતની ચૂંટણી મશીનના બદલે બેલેટ પેપરથી યોજાનાર છે. ત્યારે જિલ્લામાં કુલ 964 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.

1089 મતપેટીઓનો ઉપયોગ આ ચૂંટણીઓમાં થનાર છે
1089 મતપેટીઓનો ઉપયોગ આ ચૂંટણીઓમાં થનાર છે

કુલ મતદારોની સંખ્યા 742331 છે
રાજકોટ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની વાત કરવામાં આવે તો 413 પંચાયતમાં ચૂંટણી યોજાવાની છે. જેમાં 410 જેટલી સરપંચની બેઠક છે. જ્યારે વિવિધ વોર્ડના સભ્યોની સંખ્યા 3005 છે. આ ચૂંટણીમઓમાં પુરુષ મતદારોની સંખ્યા 388724 જેટલી છે. તેમજ સ્ત્રી મતદારોની સંખ્યા 353606 જેટલી છે અને અન્ય મતદાર તરીકે 1 નોંધણી થઈ છે. આમ રાજકોટમાં વિવિધ ગામોમાં કુલ મતદારોની સંખ્યા 742331 જેટલી થવા જાય છે. આ તમામ લોકો આગામી રવિવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરનાર છે.

358 જેટલા મતદાન મથકો સંવેદનશીલ છે
358 જેટલા મતદાન મથકો સંવેદનશીલ છે

358 સંવેદનશીલ મતદાન મથકો
રાજકોટ જિલ્લામાં ગ્રામપંચાયતની ચૂંટણીમાં કુલ 964 મતદાન મથકો છે. જેમાં 358 જેટલા મતદાન મથકો સંવેદનશીલ છે. તેમાંથી 61 જેટલા અતિ સંવેદનશીલ મતદાન મથકો છે. જ્યારે મતપેટીની સંખ્યાની વાત કરવામાં આવે તો 1939 મતપેટીઓ હાલ ઉપલબ્ધ છે.

5501 જેટલો પોલિંગ સ્ટાફ પણ હાજર રહેશે
જેમાંથી 1089 મતપેટીઓનો ઉપયોગ આ ચૂંટણીઓમાં થનાર છે. આ ચૂંટણીમાં 144 ચૂંટણી અધિકારીઓ અને 144 મદદનીશ ચૂંટણી અધિકારીઓ કાર્યરત રહેશે. આ સાથે જ 5501 જેટલો પોલિંગ સ્ટાફ પણ હાજર રહેશે.