રાજકોટમાં GPSCની પરીક્ષા:શહેરમાં 60 કેન્દ્ર પર 13,387 ઉમેદવાર, શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ

રાજકોટ2 મહિનો પહેલા
અંતિમ ઘડી સુધી ઉમેદવારો તૈયારી કરતા જોવા મળ્યા.

આજે રાજ્યભરમાં GPSCની પરીક્ષા યોજાઇ હતી. ત્યારે રાજકોટમાં પણ GPSC સુપરક્લાસ-3 ઓફિસર માટેની પરીક્ષા શહેરના અલગ અલગ કેન્દ્રો પર લેવાઈ હતી. શહેરના કુલ 60 કેન્દ્ર પર આ પરીક્ષા લેવાઇ હતી. જેમાં 586 બ્લોકમાં 13,387 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

પરીક્ષાનો સમય 11થી 1 વાગ્યા સુધીનો હતો
તાજેતરમાં જ રાજકોટમાં પેપર ફૂટવાની ઘટના બની હતી ત્યારે આ પરીક્ષાને લઈને તંત્ર પણ એલર્ટ રહ્યું હતું. સવારે 11 વાગ્યે આ પરીક્ષા શરૂ થઇ હતી જે બપોરે 1 વાગ્યે પૂર્ણ થઈ હતી. દૂર દૂરથી ઉમેદવારો આ પરીક્ષા આપવા માટે આજે રાજકોટ પહોંચ્યા હતા. ઉમેદવારોએ કહ્યું હતું કે, તેઓ આ પરીક્ષાની છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે પરીક્ષા લેવામાં આવી છે. આ પરીક્ષાને લઈને તેઓ છેલ્લા ઘણા સમયથી મહેનત કરતા હતા. પેપર સારું ગયાનું અને તેઓને નોકરી મળે તેવી પણ તેઓએ આશા વ્યક્ત કરી હતી.

પરીક્ષા પહેલા કેન્દ્રો પર ઉમેદવારો પહોંચ્યા હતા.
પરીક્ષા પહેલા કેન્દ્રો પર ઉમેદવારો પહોંચ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...