રાજકોટના સમાચાર:18મીએ GPSC વર્ગ-3ની 13383 ઉમેદવારો પરીક્ષા આપશે, 120 અધિકારીઓ સુપરવિઝન કરશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજકોટમાં આગામી 18મી ડિસેમ્બરના રોજ ચીફ ઓફિસર વર્ગ-3 માટેની પ્રાથમિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં 60 કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટે રાજકોટ તેમજ આસપાસના જિલ્લાઓમાંથી 13,383 ઉમેદવારો નોંધાયા છે.જિલ્લા કલેક્ટર કચેરી તરફથી મળેલી માહિતી મુજબ, આ પ્રાથમિક પરીક્ષાનો સમય સવારે 11થી 12.15નો છે. દરેક પરીક્ષા કેન્દ્રો પર ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગના એક-એક પ્રતિનિધિ તેમજ એક-એક તકેદારી અધિકારી મળીને 120 અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજવા માટે જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે કામ કરી રહ્યું છે.

રેશનકાર્ડ સંબંધિત સેવા-માહિતી આંગળીના ટેરવે
સામાન્ય રીતે રેશનકાર્ડમાં કોઈ પણ સુધારા કરવા કે વિગતો મેળવવા લોકોને કચેરી ખાતે ફરજિયાત રૂબરૂ જવું પડતું. તો પોતાને અનાજ મળે કે નહીં? મળે તો કેટલો જથ્થો મળે તેવા અનેક પ્રશ્નો માટે લોકોને ઓફિસ વગેરે જગ્યા પર રજા રાખી રૂબરૂ મુલાકાત કરવી પડતી જેના કારણે લોકોનો સમય અને પૈસા બંનેનો બગાડ થતો. પરંતુ હવેથી નવું રેશનકાર્ડ મેળવવા, રેશનકાર્ડમાં નામ કમી કરવા, નામ ઉમેરવા, સરનામામાં સુધારો કરવા, કુટુંબના સભ્યોની વિગતમાં સુધારો કરવા, રેશનકાર્ડ વિભાજન કરાવવા, ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા જેવી વિવિધ સેવાઓ માટે ઘરે બેઠા ઓનલાઈન digitalgujarat.gov.in પોર્ટલ પર અરજી કરી શકાશે

સંબંધિત સેવાઓ આંગળીના ટેરવે
આ સાથે જ My Ration મોબાઇલ એપ્લિકેશનથી કોઈ પણ લાભાર્થી પોતાને મળવા પાત્ર જથ્થાની વિગતો, વિતરણ ભાવ, મેળવેલ જથ્થો, ઓનલાઇન રીસીપ્ટની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકશે. તો કોઈ પણ લાભાર્થી પોતાને મળવાપાત્ર અનાજના જથ્થાની વિગતો www.ipds.gujarat.gov.in" પોર્ટલ પરથી 'તમને મળવાપાત્ર જથ્થા' પર ક્લિક કરીને રેશનકાર્ડ નંબર દાખલ કરીને જાણી શકે છે. My Ration એપ્લિકેશન અને પરથી કોઈ પણ લાભાર્થી પોતાની ફરિયાદ પણ નોંધાવી શકશે. આમ હવેથી રેશનકાર્ડ સંબંધિત સેવાઓ લોકોને આંગળીના ટેરવે મળતી થશે.

અન્ય સમાચારો પણ છે...