કોરોના રાજકોટ LIVE:શહેરમાં 37 કેસ નોંધાયા, ઉપલેટાની મધર્સ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધો.1થી 10ના 12 વિદ્યાર્થી સંક્રમિત, ત્રંબામાં 21 અને 22 વર્ષના બે યુવક ઓમિક્રોન પોઝિટિવ

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • આજે બપોર સુધીમાં એક પણ કેસ નોંધાયો નહીં
  • બપોર સુધીમાં 15થી 18 વર્ષના 8021 વિદ્યાર્થીએ વેક્સિન લીધી

રાજકોટ શહેરમાં આજે નવા 37 પોઝિટિવ કેસ નોંધાયા છે. આથી એક્ટિવ કેસની સંખ્યા 272 પર પહોંચી છે. શહેરમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 43234 થઈ છે. સતત બીજા દિવસે એક પણ દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો નથી. જ્યારે ગ્રામ્યમાં આજે 24 નવા કેસ નોંધાયા છે. જેમાં ઉપલેટાની ધ મધર્સ ઈન્ટરનેશનલ સ્કૂલના ધો.1થી 10ના ગુજરાતી-અંગ્રેજી માધ્યમનાં 12 વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. મેનેજમેન્ટ દ્વારા 8 દિવસ સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે ત્રંબામાં 21 અને 22 વર્ષના બે યુવાન ઓમિક્રોન પોઝિટિવ જાહેર થતા જિલ્લામાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ કેસ 6 થયા છે.

ગોંડલમાં સેન્ટમેરી સ્કૂલનો ધો.12નો વિદ્યાર્થી સંક્રમિત
ગોંડલમાં કોરોનાની ગતિએ ઝડપ પકડી છે. સેન્ટમેરી સ્કૂલમાં અભ્યાસ કરતો ધો.12નો વિદ્યાર્થી સંક્રમિત થતા સ્કૂલમાં 5 દિવસની રજા જાહેર કરવામાં આવી છે. અગાઉ શહેરની બે સ્કૂલોમાં વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત બન્યા બાદ વધુ એક સ્કૂલમાં વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે. આજે વિદ્યાર્થી સહિત 6 પોઝિટિવ કેસ નોંધાયા છે.

ગઇકાલે રાજકોટમાં 40 કેસ નોંધાયા હતા
રાજકોટમાં કોરોના કેસની સંખ્યા દિવસને દિવસે વધી રહી છે. ગઇકાલે 40 કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા 5 દિવસમાં 132 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ ગીતગુર્જરી સોસાયટી, સાધુવાસવાણી રોડ, નવા રિંગ રોડ પર નોંધાયા હોવાનું સામે આવ્યું છે.

રાજકોટમાં છેલ્લા 5 દિવસમાં નોંધાયેલા કેસ

તારીખકેસની સંખ્યા
2 જાન્યુઆરી40
1 જાન્યુઆરી41
31 ડિસેમ્બર21
30 ડિસેમ્બર10
29 ડિસેમ્બર20

આજથી 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓનું વેક્સિનેશન
આજે 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓના વેક્સિનેશનમાં કુલ 317થી વધુ શાળાઓ, કોલેજ, ITI કોલેજના બાળકોને કુલ 400 મેડિકલ ટીમ દ્વારા કુલ 80000 જેટલા વિદ્યાર્થીને વેક્સિન આપવામાં આવી રહી છે. આજથી શરૂ થયેલી વેક્સિનેશનમાં 71 સ્કૂલના 15000 બાળકોને આવરી લેવામાં આવશે. બાળકો માટેના આ રસીકરણ અભિયાન 9 જાન્યુઆરી સુધી ચાલશે.

15થી 18 વર્ષના વિદ્યાર્થીઓનું આજથી વેક્સિનેશન શરૂ થયું છે.
15થી 18 વર્ષના વિદ્યાર્થીઓનું આજથી વેક્સિનેશન શરૂ થયું છે.

બપોરે 1 વાગ્યા સુધીમાં 8021 વિદ્યાર્થીઓએ વેક્સિન લીધી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 93 ટીમ દ્વારા વિવિધ 71 સ્કૂલોમાં વેક્સિનની કામગીરી ચાલી રહી છે. બપોરના 1 વાગ્યા સુધીમાં 8021 વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં આવી હતી. આજે 15થી 18 વર્ષની વયના વિદ્યાર્થીઓને વેક્સિન આપવાની કામગીરીનો પ્રારંભ થતા મેયર ડો. પ્રદીપ ડવ સામાજિક પ્રસંગના કારણે બહારગામ હોય આ પ્રંસગે ઉપસ્થિત રહી શક્યા નહોતા.

શનિવારે 41 કેસ નોંધાયા હતા
શનિવારે નવા 41 કેસ સામે આવ્યા હતા. તેમાં 5ની ઉંમર 12થી 17 વર્ષ સુધીની છે જ્યારે બાકીના 18 વર્ષ કે તેથી વધુની ઉંમરના છે. આ સિવાય ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં પણ અલગ અલગ સ્થળોએથી 9, જેતપુરના ઉમરાળી, પાડાસણ અને ખીરસરા ગામમાંથી એક એક જ્યારે રાજકોટના ગવરીદળ ગામેથી વધુ એક પોઝિટિવ સહિત જિલ્લામાં નવા 20 કેસ નોંધાયા હતા.

શનિવારે ઓમિક્રોનનો કેસ પણ નોંધાયો હતો
શનિવારે રાજકોટ શહેરમાં કોરોના ઉપરાંત ઓમિક્રોનનો પણ નવો કેસ આવ્યો હતો. શહેરના કસ્તુરબા રોડ પર લોર્ડ્સ બેન્કવેટની સામે રહેતા 56 વર્ષના પુરુષ છે તેઓ ભુજની ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવે છે વિદેશથી આવ્યા ન હતા તેથી તેમને હોમ આઈસોલેટ જ કરાયા હતા અને તમામ કેસમાં જીનોમ સિક્વન્સિંગ થાય છે તે જ રીતે તેમના કેસમાં પણ થયું હતું અને ઓમિક્રોન આવતા સાંજના સમયે મનપાની આરોગ્ય વિભાગની ટીમ તેમના ઘરે જઈને સિવિલ હોસ્પિટલના ખાસ આઈસોલેશન વોર્ડમાં ખસેડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...