કાર્યવાહી:મુખ્યમંત્રી આવાસ યોજનામાં 19342 ફોર્મમાંથી 13088 રદ

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચકાસણી બાદ 4080 અરજી માન્ય, રૂડાએ SMSથી ડ્રોની જાણ કરી, મનપાએ વેબસાઇટ પર યાદી મૂકી

રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ યોજના માટે ફોર્મ બહાર પાડ્યા હતા જેમાં 19342 ફોર્મ જમા થયા હતા અને તેની ચકાસણી કરતા 13088 ફોર્મ રદ કરવામાં આવ્યા છે. આ રદ થયેલા ફોર્મમાં ડોક્યુમેન્ટ ઓછા હોવા, પૂરી વિગત દર્શાવી ન હોય, દરેક પાના પર સહી કરી ન હોવાથી રદ કરવામાં આવ્યા છે. જે ફોર્મ માન્ય હતા તેનો ડ્રો કરવામાં આવ્યો હતો અને જેમને આવાસ મળ્યા છે તેની યાદી બહાર પાડવામાં આવી છે.

મનપાએ વેબસાઇટ પર અને રૂડાએ એસએમએસથી જાણ કરી લાભાર્થીઓને માહિતી આપી છે. રાજકોટ મહાનગરપાલિકા 486 કરોડ રૂપિયાના ખર્ચે 2040 આવાસ બનાવી રહ્યું છે. આ આવાસની ફાળવણી માટે ફોર્મ બહાર પાડ્યા હતા જેમાં 17000થી વધુ અરજી આવી હતી જે પૈકી ચકાસણી બાદ 4080 અરજી માન્ય રહી હતી. જ્યારે રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ 240 કરોડ રૂપિયાના ખર્ચે આવાસ બનાવી રહ્યું છે તેના ફોર્મ બહાર પાડતા 2342 અરજી પૈકી ચકાસણીમાં 2176 માન્ય રહી હતી. આ અરજીનો મુખ્યમંત્રીના હસ્તે ઓનલાઇન ડ્રો રાખવામાં આવ્યો હતો. લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવ્યા હોવાથી રૂડાએ એસએમએસથી જાણ કરી છે અને મનપાએ વેબસાઇટ પર વિગતો મૂકી છે.

અન્ય સમાચારો પણ છે...