કાર્યવાહી:થાંભલાઓ-ફૂટપાથ પરથી 13000 ઝંડી બેનર ઉતાર્યા

રાજકોટ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેર અને જિલ્લામાં આચારસંહિતાના પગલે 23810 સામગ્રી દૂર કરાયાનો દાવો

રાજકોટ શહેરમાં અલગ અલગ સ્થળો, જાહેર મિલકતો, થાંભલાઓ અને ફૂટપાથ પરથી મંજૂરી વગર લગાવાયેલા 13000થી વધુ ઝંડી, બેનર અને પોસ્ટર ઉતારાયા છે જ્યારે સમગ્ર જિલ્લાનો આંક 23810 થયો છે. તંત્રના જણાવ્યા અનુસાર જિલ્લામાં જાહેર મિલકતો પરથી 21741 જ્યારે ખાનગી મિલકતો પરથી 2000થી વધુ પોસ્ટર, બેનર, દીવાલ પરના લખાણ દૂર કરાયા છે. સૌથી વધુ કાર્યવાહી રાજકોટ દક્ષિણ બેઠકમાં થઇ છે જ્યાંથી 5299 પ્રચારાત્મક સામગ્રી દૂર કરાઈ છે ત્યારબાદ રાજકોટ પશ્ચિમ અને જેતપુર બેઠક છે.

મોટાભાગની કાર્યવાહી શહેરી વિસ્તારોમાં જ થઈ છે ગ્રામ્ય વિસ્તારને આવરી લેતી બેઠકોમાં પ્રચારની સામગ્રી દૂર કરવાનો આંક હજુ ઓછો છે જસદણમાં જાહેર મિલકતો પરથી ફક્ત 785 સામગ્રી દૂર કરાઇ છે. જેથી એ પણ અણસાર આવે છે ગામડે ગામડે જઈને કાર્યવાહી કરવામાં તંત્ર હજુ પહોંચી શક્યું નથી. બીજી તરફ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, તંત્ર ભાજપની ઝંડી-બેનર ઉતારતી નથી અને માત્ર વિરોધ પક્ષને જ ટાર્ગેટ કરે છે.

અન્ય સમાચારો પણ છે...