તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • 13 Universities Of The State Accredited With A Grade, Saurashtra University Will Become The First In The State If It Gets A + Grade

ઇન્સ્પેક્શન:રાજ્યની 13 યુનિવર્સિટી A ગ્રેડથી એક્રેડિટેડ, A+ ગ્રેડ મળે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજ્યની પ્રથમ બનશે

રાજકોટ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • ચોથી સાઇકલમાં નેક એક્રેડિટેશન કરાવનારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજ્યની પ્રથમ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી NAAC (નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ)નું ઇન્સ્પેક્શન શરૂ થવાનું છે. નેકની ટીમ આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મૂલ્યાંકન કરશે ત્યારે સતત ચોથી વખત નેકમાં એક્રેડિટેશન કરાવનારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજ્યની પ્રથમ યુનિવર્સિટી બની છે અને આજથી શરૂ થનારા ઇન્સ્પેક્શનમાં જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એ+ ગ્રેડ પ્રાપ્ત થશે તો આ રાજ્યની પ્રથમ એ+ ગ્રેડ પ્રાપ્ત યુનિવર્સિટી બનશે. રાજ્યમાં હાલ જુદી જુદી 13 યુનિવર્સિટી જુદા જુદા સીજીપીએ સાથે ‘એ’ ગ્રેડ ધરાવે છે, પરંતુ અત્યાર સુધીમાં એકપણ યુનિવર્સિટીએ ચોથી સાઇકલમાં નેક એક્રેડિટેશન કરાવ્યું નથી.

18થી 20 ફેબ્રુઆરી દરમિયાન નેકની ટીમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું શૈક્ષણિક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિસર્ચ, વિદ્યાર્થીલક્ષી સુવિધા-વ્યવસ્થા, સેન્ટ્રલ ફેસિલિટી સહિતની બાબતોનું મૂલ્યાંકન કરશે. ગુજરાતમાં કુલ યુનિવર્સિટીમાંથી હાલ માત્ર 19 યુનિવર્સિટી એવી છે જે નેક એક્રેડિટેડ છે. જે પૈકી 13 યુનિવર્સિટી જુદા જુદા સીજીપીએ સાથે ‘એ’ ગ્રેડ ધરાવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પણ ચોથી સાઇકલમાં ‘એ+’ ગ્રેડ પ્રાપ્ત થાય તેવી પ્રબળ સંભાવનાઓ વ્યક્ત થઇ રહી છે.

રાજ્યની કઈ યુનિવર્સિટીને ક્યો ગ્રેડ પ્રાપ્ત થયેલો છે

યુનિવર્સિટીનું નામગ્રેડCGPA

સુમનદીપ વિદ્યાપીઠ, વડોદરા (ફર્સ્ટ સાઇકલ)

A3.53

પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, ગાંધીનગર (ફર્સ્ટ સાઇકલ)

A3.39

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર (ફર્સ્ટ સાઇકલ)

A3.28

સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર (થર્ડ સાઇકલ)

A3.25

નિરમા યુનિવર્સિટી, અમદાવાદ (સેકન્ડ સાઇકલ)

A3.18

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, બરોડા (થર્ડ સાઇકલ)

A3.16

ગુજરાત ફોસેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ગાંધીનગર (ફર્સ્ટ સાઇકલ)

A3.15

ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, આણંદ (ફર્સ્ટ સાઇકલ)

A3.11

ધીરૂભાઈ અંબાણી ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી (ફર્સ્ટ સાઇકલ)

A3.11

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર (ફર્સ્ટ સાઇકલ)

A3.11

હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી, પાટણ (સેકન્ડ સાઇકલ)

A3.02

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સુરત (થર્ડ સાઇકલ)

A3.02

ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ (ફર્સ્ટ સાઇકલ)

A3.01

ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી, નડિયાદ (સેકન્ડ સાઇકલ)

B++2.88

ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ (સેકન્ડ સાઇકલ)

B2.85

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, ગાંધીનગર (ફર્સ્ટ સાઇકલ)

B++2.76

આર.કે યુનિવર્સિટી રાજકોટ, (ફર્સ્ટ સાઇકલ)

B+2.74

ઉકા તરસાડિયા યુનિવર્સિટી, સુરત (ફર્સ્ટ સાઇકલ)

B+2.74

મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, ભાવનગર (સેકન્ડ સાઇકલ)

C1.65
અન્ય સમાચારો પણ છે...