તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સૌરાષ્ટ્રના ‘રનિંગ લાઈન’ પરથી ખનીજચોરી કરતા 13 ડમ્પર જપ્ત

રાજકોટ3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શાપર-વેરાવળમાંથી 2 અને વીંછિયામાંથી 1, ચોટિલામાંથી 9 ડમ્પરને રોકીને કરાઈ કાર્યવાહી, 1.45 કરોડનો માલ જપ્ત

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં એક જ રાતમાં રેન્જ આઈજી અને ખાણખનીજ વિભાગે 13 ડમ્પર પકડીને રનિંગ લાઈનને બંધ કરી દીધી છે અને હજુ મોરબીમાં પણ ગેરકાયદે રેતી ભરેલા ડમ્પરની શોધ ચાલી રહી છે. રેન્જ આઈજી સંદીપસિંહ તેમજ ખાણ ખનીજ વિભાગના સૌરાષ્ટ્ર ઝોન મદદનીશ નિયામક ફ્લાઈંગ સ્કવોડ જે.એમ. વાઢેરની સંયુક્ત ટીમોએ ખનીજચોરી કરીને વહન કરતા ડમ્પરો પર ત્રાટકી છે. સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ આ ત્રણેય ખાણ ખનીજ વિભાગ માટે રનિંગ લાઈન એટલે કે અહીંથી સરળતા સાથે ખનીજચોરીના વાહનો પસાર થઈ જાય છે અને તે માટે ખનીજમાફિયાઓના ટાઉટ લાઈન રનિંગ છે કે નહિ તે માટે થોડા થોડા અંતરે રહીને ખબર પહોંચાડતા રહે છે.

આ લાઈન બંધ કરવા માટે અચાનક જ આ બંને ટીમોએ અલગ અલગ સ્થળોએ વાહનો ઉભા રાખ્યા હતા. રાજકોટ રૂરલ પોલીસે શાપર-વેરાવળ પાસેથી 2 અને વીંછિયામાંથી 1 ડમ્પરને ગેરકાયદે રેતીનું વહન કરતા રોકી હતી જ્યારે સુરેન્દ્રનગર–ચોટીલા રોડ પરથી 9 ડમ્પર અટકાવાયા છે. 13 ડમ્પર સહિત 1.45 કરોડ રૂપિયાનો માલ જપ્ત કરાયો છે જેમાં રેતીની કિંમત 25 લાખ આંકવામાં આવી છે. એલસીબી પી.આઈ. અજયસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર ડમ્પરોનો પીછો કરી અટકાવાયા હતા અને જપ્ત કરી પોલીસ સ્ટેશન લઈ જવાયા છે.

ખાણ ખનીજ વિભાગ સાથે હોવાથી દંડની કાર્યવાહી કરશે. મદદનીશ નિયામક જે.એમ. વાઢેરે આ અંગે કહ્યુ હતુ કે ઓછામાં ઓછા 30 લાખની પેનલ્ટી ફટકારવામાં આવી છે. મોડી રાત સુધી કામગીરી ચાલુ છે અને હવે મોરબી પાસે પણ ચેકિંગ થઈ રહ્યુ છે આખી રાત ઓપરેશન ચાલશે અને સંભવત: રાજકોટ-સૌરાષ્ટ્રની આ પ્રકારની મોટી પ્રથમ રેઈડ સાબિત થશે.

જુદા જુદા વિસ્તારોમાંથી રાત સુધીમાં ઝડપાયેલા ટ્રકચાલકો

 • જાગા દેવાત આલ( રહે, રાજકોટ માર્કેટિંગ યાર્ડ)
 • ગોવર્ધન સોના (રહે. કુકળીયા, ચોટીલા)
 • મેરૂ સામડા લડતુકા (સાયલા, સુરેન્દ્રનગર)
 • ભીખુ રૂપસંગ બારડ(ચાણપા, ચોટીલા)
 • ભરત ભગુરા(ટુવા, પંચમહાલ)
 • રઘુવીરસિંહ પરમાર(નવુ મોરવાળ, સુરેન્દ્રનગર)
 • ભરત માત્ર ગમલા(સોખડા, સુરેન્દ્રનગર)
 • માલસુર ભીખા કળોતરા(રાતળકી, સુરેન્દ્રનગર)
 • વિજય અઘારા(વઢવાણ, સુરેન્દ્રનગર)
અન્ય સમાચારો પણ છે...