ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ખાતે નોંધાયેલ વિજ્ઞાનપ્રવાહ ધરાવતી રાજ્યની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકોને પરિપત્ર દ્વારા જણાવાયું છે કે ધોરણ-12 વિજ્ઞાનપ્રવાહના માર્ચ-2023ની પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ભરવાની અંતિમ તારીખ 9 ડિસેમ્બર સુધી હતી તે રેગ્યુલર ફી સાથે આવેદનપત્રો ભરવાની અંતિમ તારીખ 14 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે.
ત્યારબાદ તારીખ 15 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધીમાં ત્રણ તબક્કાઓ સુધી લેઇટ ફી સાથે આવેદનપત્રો ભરી શકાશે. જેમાં પ્રથમ તબક્કો તારીખ 15થી 19 ડિસેમ્બર સુધી લેઇટ ફી રૂ. 250 સાથે ભરી શકાશે. દ્વિતીય તબક્કો તારીખ 20થી 29 ડિસેમ્બર સુધી લેઇટ ફી રૂ. 300 અને તૃતીય તબક્કો તારીખ 30 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી લેઇટ ફી રૂ.350 સાથે ભરી શકશે.
અંતિમ તારીખ 3 જાન્યુઆરી સુધી કોઇપણ સમયે વિદ્યાર્થીની માહિતીમાં શાળા કક્ષાએથી જ સુધારા કરી શકાશે, જે માટે કોઇ અલગથી ફી ભરવાની રહેશે નહીં. વિદ્યાર્થીનું પ્રિન્સિપાલ એપ્રુવલ બાકી હોય તો તે પણ તારીખ 3 જાન્યુઆરી રાત્રીના 12 કલાક સુધી કરી શકાશે.
બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન આવેદનપત્રો ભરવાની સૂચનાઓ સાથે ઓનલાઇન અને ઓફલાઇન ફી ભરવા સંબંધિત બાબતો મુકવામાં આવી છે. વિદ્યાર્થિનીઓ તથા દિવ્યાંગ વિદ્યાર્થીઓને નિયમિત પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. લેઇટ ફીમાંથી કોઇપણ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીને મુક્તિ અપાઈ નથી તેવું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના નિયામક એમ.કે રાવલે જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.