તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:241 ટ્રેનની ટ્રિપમાં રાજકોટથી 12925 ટન અનાજ, દવા અને મેડિકલનાં સાધનો દેશભરમાં મોકલાયા

રાજકોટ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • સેનિટાઈઝર, ગ્લોવ્ઝ અને માસ્કની જરૂરિયાત રાજકોટ પૂરી પાડે છે

એમ.એસ.એમ.ઈ.નું હબ ગણાતું રાજકોટ કોરોના બાદ આખા દેશમાં સેનિટાઈઝર, ગ્લોવ્ઝ, એન 95 માસ્ક અને તે બનાવવાના મશીનની જરૂરિયાત પૂરી પાડી રહ્યું છે. કોરોના પહેલા રાજકોટમાંથી માત્ર ઓર્થોપેડિકના સાધનો જતા હતા, પરંતુ કોરોના પછી મોટા જથ્થામાં દવા, મેડિકલના સાધનો પૂરા પાડ્યા હોય તેવું પહેલીવાર બન્યું છે.

એક વર્ષમાં રાજકોટે આખા દેશમાં 12,925 ટન અનાજ, મેડિકલના સાધનો, દવા,એન 95 માસ્ક અને તેના મશીનો દેશભરમાં પહોચાડ્યા છે. આ સાધનો સમયસર મળે તે માટે રાજકોટ રેલવે વિભાગે 241 સ્પેશિયલ પાર્સલ ટ્રિપ દોડાવવી પડી છે. અને એક વર્ષમાં રેલવેને રૂ. 6.64 કરોડની આવક થઈ છે.

આ અંગે રાજકોટ રેલવે વિભાગના સિનિયર ડીસીએમ અભિનવ જૈફ અનુસાર કોરોનાના લોકડાઉનની જ્યારે શરૂઆત હતી ત્યારે પાર્સલ ટ્રેનમાં માલ મોકલવાનું વેઈટિંગ લાંબુ હતું અને પ્રવાહ પણ વધારે હતો.

કઈ ટ્રેનમાં કેટલો માલ ગયો, કેટલી આવક થઈ
પોરબંદર-શાલિમાર સ્પેશિયલ ટ્રેન 09 એપ્રિલ 2020 થી દોડાવવાની શરૂ કરાઈ હતી અને 01 એપ્રિલ 2021 સુધીમાં 7853 ટન માલ મોકલવામાં આવ્યો હતો. જેનાથી 4.06 કરોડની આવક થઈ છે. આખા વર્ષમાં 161 ટ્રિપ દોડી છે.

જ્યારે ઓખા-ગૌહાટી 01 મેથી શરૂ કરાઈ હતી અને 28 માર્ચ 2021 સુધી 80 ટ્રિપમાં 5072 ટન માલ મોકલવામાં આવ્યો હતો અને કુલ 2.58 કરોડની આવક થઇ હતી.

વધુ ત્રણ મહિના ટ્રેન દોડાવવી પડશે
ઓખા-ગૌહાટી પાર્સલ વિશેષ ટ્રેન 27 જૂન 2021 સુધી દર રવિવારે ઉપડશે. ગૌહાટી-ઓખા પાર્સલ ટ્રેન 7 એપ્રિલથી દોડશે અને 30 જૂન સુધી ગૌહાટીથી દર બુધવારે પ્રસ્થાન કરશે. જ્યારે પોરબંદર-શાલિમાર ટ્રેન 29 જૂન સુધી દર મંગળવારે, ગુરુવાર, શનિવારે પોરબંદરથી દોડશે અને શાલિમાર-પોરબંદર પાર્સલ ટ્રેન 29 જૂન સુધી દર ગુરુવાર, શનિવાર અને સોમવારેથી પ્રસ્થાન કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો