તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કર્ફ્યુમાં કોરોના વધુ વકર્યો:રાજકોટમાં 128 કેસ, 24 કલાકમાં 10 દર્દીનાં મોત

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહેરી વિસ્તારમાં કન્ટેઈનમેન્ટ ઝોનની વિગત જાહેર કરવાનું તંત્રે બંધ કર્યું

રાજકોટમાં કોરોનાના કેસ 160 પર પહોંચ્યા બાદ અચાનક ફરી ઘટાડો આવ્યો છે અને બીજા જ દિવસે 128 નવા કેસ નોંધાયા છે જેમાં શહેરમાં 89 અને ગ્રામ્યમાં 39 કેસ થયા છે. નાટકીય રીતે બંને વિસ્તારમાં કેસ રવિવારની સરખામણીએ ઘટી ગયા છે. બીજી તરફ મૃતાંક એકદમથી વધ્યો છે.

સોમવારની સવારની દ્દષ્ટિએ છેલ્લા 24 કલાકમાં 10નાં મોત નીપજ્યા છે. 1181 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. મનપાએ આ દરમિયાન શહેરી વિસ્તારમાં કન્ટેઈનમેન્ટ ઝોન નવા કેટલા આવ્યા તેમજ કાર્યરત કેટલા છે તે વિગત જાહેર કરવાની બંધ કરી દીધી છે. ગ્રામ્ય વિસ્તારમાં 180 કન્ટેઈનમેન્ટ ઝોન હોવાનું જાહેર કરાયું છે તેમાં પણ અડધોઅડધ ઘટાડો આવ્યો છે તેથી હવે કેસની સંખ્યા ઘટી રહી છે તેવું પ્રતિત થઇ રહ્યું છે.

રાજકોટમાં કોરોનાની સારવાર માટે 2600 જેટલા કોવિડ બેડ છે જેમાંથી હાલ 1829 બેડ સારવાર માટે ખાલી છે. એટલે કે 750 કરતા વધુ દર્દીઓ રાજકોટની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો