કોરોનાં અપડેટ:રાજકોટમાં કોરોનાના નવા 127 કેસ નોંધાયા, ત્રણ વ્યક્તિનાં મોત, પૂર્વ ડે. મેયર વસોયાના પિતાનું કોરોના સારવાર દરમિયાન મોત

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ શહેરમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં છેલ્લા ત્રણ દિવસથી સતત ઘટાડો થઇ રહ્યો છે. બુધવારે શહેરમાં નવા 69 કેસ નોંધાયા હતા, જ્યારે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 58 પોઝિટિવ દર્દી નોંધાયા છે. સારવાર દરમિયાન રાજકોટ હોસ્પિટલમાં ત્રણ દર્દીનાં મોત થયા છે. ડે. મેયર ભીખાભાઈ વસોયાનું કોરોનાથી મોત થયા બાદ તેમના પિતા જસમતભાઈનું પણ કોરોનાની સારવાર દરમિયાન મોત થયું છે. રાજકોટ શહેરમાં સારવાર દરમિયાન 83 દર્દીના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને રજા આપવામાં આવી છે.

રાજકોટ શહેરમાં તંતીપાર્ક, ગ્રીન વ્યૂ એપાર્ટમેન્ટ રવિપાર્ક, કોટેચાનગર, પ્રણામીપાર્ક, મવડી રોડ, જલજીત સોસાયટી, કસ્તૂરી પ્રાઇડ અમીન માર્ગ, સરદારનગર એસ્ટ્રોન ચોક પાસે, બંસરી સોસાયટી કાલાવડ રોડ, ન્યૂ અવધપાર્ક નવા થોરાળા, રેલવે કોલોની જામનગર રોડના વિસ્તારને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયા છે જ્યારે જસદણ ગોંડલ, જેતપુરમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.

લોધિકા-પડધરીના 7 ગામ હોટસ્પોટ
રાજકોટના બે તાલુકામાં કોરોનાના કેસ વધુ આવતા તંત્રે સર્વેલન્સની કામગીરી સઘન કરી છે. લોધિકા તાલુકાના લોધિકા, ખીરસરા, પારડી અને પડધરી તાલુકાના સરપદડ, મોવૈયા અને તરઘડી ગામે ડોર ટુ ડોર સરવેની કામગીરી ચાલુ કરાય હોવાનું પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું. ત્રણ દિવસમાં માસ્ક વગરના 70 લોકો પાસેથી રૂ.1000નો દંડ વસૂલ વસુલાયો છે.

રાજકોટમાં 2602 બેડમાંથી 1977 ખાલી
રાજકોટ જિલ્લા વહીવટી વિભાગે તકેદારીના ભાગરૂપે જિલ્લામાં 2602 મેડિકલ બેડની વ્યવસ્થા રાખી છે જેમાંથી 1977 ખાલી છે. હાલ રાજકોટ જિલ્લામાં 625 માં દર્દી સારવાર હેઠળ છે. રાજકોટ જિલ્લામાં 2602 મેડિકલ બેડ આવેલા છે તેમાં પીડીયુ હોસ્પિટલના 590, સમરસ હોસ્ટેલના 560, ESISમાં 41, કેન્સર હોસ્પિટલમાં 192, ગોંડલમાં 54, જસદણમાં 24, ધોરાજીમાં 35 અને પ્રાઇવેટ હોસ્પિટલમાં 1106 બેડનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...