તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નશાનું સેવન:રાજકોટમાં આયુર્વેદિક બિયરના નામે નશાનું વેચાણ, પોલીસે 1260 બોટલો પોલીસ જપ્ત કરી, 1 લાખથી વધુનો મુદામાલ પરીક્ષણ માટે મોકલાયો

રાજકોટએક મહિનો પહેલા
  • તપાસ બાદ પ્રોહીબિશન હેઠળ ગુનો નોંધવામાં આવશે

રાજકોટ શહેરમાં પોલીસ દારૂના ધંધાર્થીઓ પર એક પછી એક દરોડો પાડી રહી છે. તેમ છતાં દારૂના ધંધાર્થીઓને પોલીસનો કોઇ ભય ન હોય તેમ શહેરમાં બિયર જેવા પીણાં ખુલ્લેઆમ વહેંચી રહ્યા છે. જ્યાં હાલ શહેરના વિવેક સાગર પાનની દુકાનમાં વેંચાતા શંકાસ્પદ સીરપની 1260 જેટલી બોટલો બી ડિવિઝન પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવી છે. આ ઉપરાંત 1 લાખથી વધુનો મુદામાલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો છે.

આયુર્વેદિક બિયરના નામે નશાનું વેચાણ
ઉલ્લેખનીય છે કે વિવેક સાગર પાનની દુકાનમાં આયુર્વેદિક બિયરના નામે સુનિંદ્રા અને સ્ટોન અરીષ્ઠા સહિતનાં સીરપ વેચવામાં આવતું હતું જેમાં આલ્કોહોલનું પ્રમાણ વધુ હતું. જેને પગલે નશાનું સેવન કરનાર લોકો આ આયુર્વેદિક બિયરનું સેવન કરી રહ્યા હતા. જ્યાં જડી-બુટીના મિશ્રણથી નશેડીઓ સિગરેટ સાથે ખુલ્લેઆમ નશો કરી રહ્યા હતા.

તપાસ બાદ પ્રોહીબિશન હેઠળ નોંધાશે ગુનો નોંધવામાં આવશે
હાલ બી-ડિવિઝન પોલીસ દ્વારા આ અંગે વિવેક સાગર પાનની દુકાનના મનમીત ગામારાની દુકાનમાંથી બિયર જેવા પીણાંની 1260 બોટલો જપ્ત કરવામાં આવી છે. જેમાં રૂ.1,61,300ના મુદામાલ પરીક્ષણ માટે FSLમાં મોકલવામાં આવ્યો છે. જો પરીક્ષણમાં આલ્કોહોલનું પ્રમાણ જોવા મળશે તો પ્રોહીબિશન હેઠળ નોંધાશે ગુનો નોંધવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો