યાર્ડ મગફળીથી છલોછલ:રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે 1.25 લાખ ગુણી મગફળીની આવક, એક મણનો ભાવ 920થી 1160 સુધી બોલાયો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગઇકાલે યાર્ડ બહાર મગફળી ભરેલા વાહનોની દોઢ કિમી લાંબી લાઇન લાગી હતી. - Divya Bhaskar
ગઇકાલે યાર્ડ બહાર મગફળી ભરેલા વાહનોની દોઢ કિમી લાંબી લાઇન લાગી હતી.
  • આગામી 10થી 12 દિવસ બાદ નવી મગફળી આવક કરવા દેવામાં આવે તેવી શક્યતા

રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં ગઈકાલે મગફળીની આવક શરૂ કરવાની જાહેરાત કરતાની સાથે જ યાર્ડ નજીક ગઈકાલ બપોરથી એકથી દોઢ કિ.મી. સુધી મગફળી ભરેલા વાહનોની લાંબી લાઈન લાગી હતી. આજે યાર્ડમાં 1.25 લાખ મગફળીની ગુણીની આવક થતા યાર્ડ મગફળીથી છલોછલ થઇ ગયું છે. આજે સવારે રાબેતા મુજબ મગફળીની હરાજી શરૂ કરતાની સાથે જ જીણી મગફળી 1 મણના ભાવ 920થી 1160 રૂપિયા અને જાડી મગફળી 1 મણના ભાવ 920થી 1140 રૂપિયાના ભાવે હરાજી કરવામાં આવી હતી.

રોજ 10થી12 હજાર ગુણીના સોદા થાય છે
આજે એક સાથે સવા લાખ ગુણીની આવક થતા નવી જાહેરાત ન કરાય ત્યાં સુધી મગફળીની આવક બંધ રાખવા યાર્ડના સત્તાધીશો દ્વારા જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ યાર્ડમાં દૈનિક 10થી 12 હજાર ગુણીના સોદા થાય છે અને આગામી 10થી 12 દિવસ બાદ નવી મગફળી આવક કરવા દેવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

ગઇકાલે યાર્ડ બહાર મગફળી ભરેલા વાહનોની લાઇન લાગી હતી.
ગઇકાલે યાર્ડ બહાર મગફળી ભરેલા વાહનોની લાઇન લાગી હતી.

સીંગખોળના ભાવો ઘટે તેવી પણ શક્યતા
ઉલ્લેખનીય છે કે તેલંગણામાં 10 જાન્યુઆરીથી નવી મગફળીની આવક શરૂ થવાની આશાએ સૌરાષ્ટ્રમાં મગફળીની લોકલ અને એક્સપોર્ટરોની ડિમાન્ડ ઘટે તેવી શક્યતા છે. સાથે-સાથે આગામી દિવસોમાં સાઉથમાં મગફળીની આવકો થયે મગફળી તથા સીંગખોળના ભાવો ઘટે તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...