ચૂંટણી:UPથી ભાજપના 125 આગેવાન રાજકોટમાં, સંકલન સાથે કામ કરશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતની ચૂંટણી આવતા ત્યાંથી નેતાઓ ઉતરી પડ્યા

કોઇપણ ચૂંટણી હોય મતદારોની ડેલી સુધી પહોંચવામાં ભાજપનું નેટવર્ક અન્ય પક્ષ કરતાં અત્યાર સુધી સબળું પુરવાર થયું છે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઢોલ ઢબૂકવા લાગ્યા છે ત્યારે ભાજપે પોતાના નેટવર્કનો ઉપયોગ કરી ચૂંટણી જંગમાં કોઇ કમી રહી ન જાય તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તેના ભાગરૂપે ઉત્તરપ્રદેશથી નેતાઓ અને કાર્યકર્તાઓ ગુજરાતમાં ઉતરી પડ્યા છે, સૌરાષ્ટ્રની 48 બેઠક માટે રાજકોટમાં 125 આગેવાન યુપીથી રાજકોટ આવી પહોંચ્યા છે.

વિધાનસભાની ગત ચૂંટણીમાં ભાજપને સૌરાષ્ટ્રમાં ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો, આગામી ચૂંટણીમાં સૌરાષ્ટ્ર પર ભાજપે ખાસ નજર કરી છે, અને તે માટે પ્રદેશ સહિતના નેતાઓની સૌરાષ્ટ્ર પર અવરજવર પણ વધી છે, એક એક બેઠક પર પૂરતું ધ્યાન આપી શકાય અને સ્થિતિનો સાચો ક્યાસ આવે તે માટે સ્થાનિક કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપરાંત અન્ય રાજ્યમાંથી પાર્ટીના નેતાઓને ગુજરાત બોલાવવામાં આવી રહ્યા છે અને તેમને વિધાનસભા બેઠક દીઠ જવાબદારી સોંપવામાં આવી રહી છે.

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં ઉત્તરપ્રદેશથી 125 આગેવાન આવ્યા છે, પ્રત્યેક બેઠક દીઠ બહારથી આવેલા બે નેતાઓ અને એક આગેવાનને પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે અને આમ તમામ 48 બેઠક પર અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે, બહારથી આવેલા આ નેતાઓ તેમને મળેલી બેઠક પર સ્થાનિક સંગઠન સાથે પક્ષની વર્તમાન સ્થિતિ, ઉમેદવારથી પ્રજા કેટલી સંતુષ્ટ છે, કઇ જ્ઞાતિ સમાજના કેટલા મત છે સહિતની વિગતો મેળવશે, ત્યારબાદ આ ટીમ પેજ પ્રમુખ સુધીના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી માહિતી મેળવશે, અને આ ટીમ કેન્દ્રની ટીમ સાથે સંકલનમાં રહેશે.

અન્ય સમાચારો પણ છે...