તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:54 સેન્ટરમાં 12365 ઉમેદવાર રવિવારે RFOની પરીક્ષા આપશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક ક્લાસમાં 24 ઉમેદવાર બેસાડાશે

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અગાઉ એપ્રિલમાં કોરોનાની બીજી લહેરમાં વધેલા સંક્રમણને પગલે રદ કરાયેલી આરએફઓની પરીક્ષા હવે આગામી તારીખ 20ને રવિવારે લેવાનાર છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસરની આ પરીક્ષામાં રાજકોટમાં 12365 ઉમેદવાર 54 સેન્ટરમાં પરીક્ષા આપશે.

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની બેઠક વ્યવસ્થા પણ સોશિયલ ડિસ્ટન્સ રાખીને એક વર્ગમાં 24 વિદ્યાર્થીને બેસાડાશે. સવારે 10થી 1 અને બપોરે 3થી 6 કલાક દરમિયાન 100-100 માર્કના બે પેપર લેવાશે. બંને પ્રશ્નપત્ર એમસીક્યુ પદ્ધતિના હશે.

પરીક્ષા કેન્દ્રમાં પણ વિદ્યાર્થીઓને માસ્ક પહેરી, પ્રવેશ સમયે અંતર જાળવી, કેન્દ્રમાં સેનિટાઈઝ થઇને પરીક્ષા આપવા દેવાશે.પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ વિદ્યાર્થીઓને એકસાથે બહાર નહીં જવા દેવાય પરંતુ એક પછી એક વર્ગ છોડવામાં આવશે. રાજકોટ કેન્દ્રમાં કોવિડ-19ની ગાઇડલાઇન સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા લેવાય તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...