શહેરમાં કારખાનાની આડમાં ચાલતા દારૂના વેચાણ પર યુનિવર્સિટી પોલીસે રેડ કરી વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી બાપાસીતારામ સોસાયટી ખાતે ઉમા બોટલિંગના કારખાનામાંથી યુનિવર્સિટી પોલીસે વિદેશી દારૂની 120 બોટલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે.
અગલ અગલ બ્રાન્ડની દારૂની બોટલની કિંમત 40,800
પોલીસે અભય કનેરિયાની ધરપકડ કરી અલગ અલગ બ્રાન્ડની 40,800 કિંમતની 120 નંગ વિદેશી દારૂની બોટલ કબ્જે કરી ફરાર આરોપી હરપાલસિંહ જાડેજાની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ફરાર આરોપી હરપાલસિંહ જાડેજા અગાઉ પણ બે વખત પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. જ્યારે પકડાયેલ આરોપી અભય પણ મહિલા પોલીસ સ્ટેશનના ખાતે શારીરિક-માનસિક ત્રાસ આપવા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.
પેરોલ ફર્લો સ્ક્વોડે બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપ્યો
રાજકોટ પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા થોરાળા પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ઓસમાણ ખેભર યાજ્ઞિક રોડ પરથી પસાર થતો હોવાની ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા થોરાળા પોલીસ સ્ટેશનના IPc કલમ 386, 506(2) 170 અને 114ના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.