મુસાફરો ધ્યાન આપો:થાન સ્ટેશન પર ડબલ ટ્રેકની કામગીરીને લીધે 4 ઓગસ્ટ સુધી 12 ટ્રેન રદ, 5 ટ્રેન મોડી ઉપડશે

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજકોટ ડિવિઝનના થાન સ્ટેશનમાં હાલ ડબલ ટ્રેકની કામગીરી હાથ ધરાઇ છે. જેના કારણે 4 ઓગસ્ટ સુધી 12 ટ્રેનને રદ કરવામાં આવી છે. અને 8 ટ્રેન આંશિક રીતે રદ કરાઇ છે જયારે 5 ટ્રેન નિર્ધારિત સમથી મોડી ચાલનાર છે. જેના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે.

આ ટ્રેનને 5 ઓગસ્ટ સુધી રદ
આ અંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફે જણાવ્યું કે, રાજકોટ ડિવિઝનના થાન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામ હેઠળ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામ માટે 26 જુલાઈના રોજ બ્લોક લેવામાં આવશે. જેના કારણે ટ્રેન નંબર 22959 વડોદરા - જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 4 ઓગસ્ટ સુધી, ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 5 ઓગસ્ટ સુધી રદ કરાઈ છે.

આ ટ્રેન એક જ દિવસ માટે રદ
ટ્રેન નંબર 19573 ઓખા-જયપુર એક્સપ્રેસ 1 ઓગસ્ટના રોજ રદ, ટ્રેન નંબર 19574 જયપુર-ઓખા એક્સપ્રેસ 2 ઓગસ્ટના રોજ રદ, ટ્રેન નંબર 22908 હાપા-મડગાંવ એક્સપ્રેસ 27 જુલાઈના રોજ રદ, ટ્રેન નંબર 22907 મડાગાવ-હાપા એક્સપ્રેસ 29 જુલાઈના રોજ રદ,ટ્રેન નંબર 22939 હાપા-બિલાસપુર એક્સપ્રેસ 30 જુલાઈના રોજ રદ, ટ્રેન નંબર 22940 બિલાસપુર-હાપા એક્સપ્રેસ 1 ઓગસ્ટ ના રોજ રદ, ટ્રેન નંબર 19320 ઇન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસ 26 જુલાઈના રોજ રદ, ટ્રેન નંબર 19319 વેરાવળ - ઈન્દોર મહામના એક્સપ્રેસ 27 જુલાઈના રોજ રદ, ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ - પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 30 જુલાઈના રોજ રદ અને ટ્રેન નંબર 19016 પોરબંદર - મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 31 જુલાઈના રોજ રદ કરાઈ છે.

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો
આ ઉપરાંત આ ટ્રેનને ટ્રેન આંશિક રીતે રદ કરાયેલી છે. જેમાં નંબર 19209 ભાવનગર - ઓખા એક્સપ્રેસ 03 ઓગસ્ટ સુધી, ટ્રેન નંબર 19210 ઓખા - ભાવનગર એક્સપ્રેસ 26 જુલાઈથી 04 ઓગસ્ટ સુધી, ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ - હાપા દુરંતો એક્સપ્રેસ તાત્કાલિક અસરથી 3 ઓગસ્ટ સુધી,ટ્રેન નંબર 12268 હાપા - મુંબઈ સેન્ટ્રલ દુરાન્તો એક્સપ્રેસ 26 જુલાઈથી 04 ઓગસ્ટ સુધી, ટ્રેન નંબર 22923 બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ 01 ઓગસ્ટ સુધી, ટ્રેન નંબર 22924 જામનગર - બાંદ્રા હમસફર એક્સપ્રેસ 02 ઓગસ્ટ સુધી, ટ્રેન નંબર 11465 સોમનાથને બદલે અમદાવાદથી શરૂ થશે અને 30 જુલાઈના રોજ આંશિક રીતે રદ રહેશે.

ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો

  • 30.07.2022 ના રોજ ગાંધીધામથી ઉપડતી ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસને વાયા વિરમગામ, ધાંગધરા, માળીયા મિયાણા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચલાવવામાં આવશે.
  • 27.07.2022 ના રોજ કામાખ્યાથી ઉપડતી ટ્રેન નંબર 15668 કામાખ્યા - ગાંધીધામ એક્સપ્રેસને વાયા માળિયા મિયાણા, ધાંગધરા, વિરમગામ થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચલાવવામાં આવશે.
  • 28.07.2022 ના રોજ ગાંધીધામથી ઉપડતી ટ્રેન નંબર 22952 ગાંધીધામ-બાંદ્રા એક્સપ્રેસને વાયા માળિયા મિયાણા, ધાંગધરા, વિરમગામ થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચલાવવામાં આવશે.
  • 29.07.2022 ના રોજ બાંદ્રાથી ઉપડતી ટ્રેન નંબર 22951 બાંદ્રા - ગાંધીધામ એક્સપ્રેસને વાયા વિરમગામ, ધાંગધરા, માળીયા મિયાણા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચલાવવામાં આવશે.

રીશેડ્યુલ કરેલ ટ્રેનો

  • ટ્રેન નંબર 22969 ઓખા - વારાણસી એક્સપ્રેસ 04.08.2022 ના રોજ ઓખાથી તેના નિર્ધારિત સમયથી 3 કલાક 30 મિનિટ મોડી ઉપડશે.
  • ટ્રેન નંબર 16337 ઓખા - એર્નાકુલમ એક્સપ્રેસ 30.07.2022 ના રોજ ઓખાથી તેના નિર્ધારિત સમયથી 6 કલાક 30 મિનિટન મોડી ઉપડશે.
  • ટ્રેન નંબર 16614 કોઈમ્બતુર - રાજકોટ એક્સપ્રેસ 29.07.2022 ના રોજ કોઈમ્બતુરથી તેના નિર્ધારિત સમય કરતાં 4 કલાક મોડી ઉપડશે.
  • ટ્રેન નંબર 22946 ઓખા - મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ 30.07.2022 ના રોજ ઓખાથી તેના નિર્ધારિત સમય કરતાં 3 કલાક મોડી ઉપડશે.
  • ટ્રેન નંબર 19218 વેરાવળ - બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ 30.07.2022 ના રોજ વેરાવળથી તેના નિર્ધારિત સમય કરતાં 2 કલાક 45 મિનિટના મોડી ઉપડશે.
અન્ય સમાચારો પણ છે...