સન્માન:ટ્રેન અકસ્માત અટકાવનાર 12 કર્મચારી સન્માનિત

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ચાલુ મુસાફરીએ ટ્રેનમાં ખામી શોધી અકસ્માત અટકાવનાર 12 રેલવે કર્મચારીઓનું ડીઆરએમે એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા. જેમાં ઓખા- મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેેલ ટ્રેન તેના રૂટિન ટ્રેક પર ચાલુ હતી ત્યારે ઓખા અને ભીમરાણા સ્ટેશન વચ્ચે વીજળીનો વાયર લટકતો હતો. જેને કારણે પેસેન્જર ટ્રેનમાં ધુમાડો નીકળતો હતો. તે સિવાય માલ ગાડીના એક વેગનમાં ટેક્નિકલ ખામી સર્જાતા વેગનમાંથી અસામાન્ય ધ્વનિ સંભળાતો હતો.

આ બધાની સમયસર જાણકારી મળી જતા ફરજ પર હાજર રહેલા કર્મચારીઓએ સતર્કતા દાખવીને આ અકસ્માતો અટકી શક્યા હતા. 12 કર્મચારીએ ફરજ પર સતર્કતા દાખવતા 12 અકસ્માત અટક્યા હતા.આ બધા કર્મચારીઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ આપતી વેળાએ અકસ્માતોનું પ્રમાણ અટકે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...