તપાસ:રાજકોટ જિલ્લાના 12 ડેમ, તળાવમાંથી પાણીના સેમ્પલ લીધા

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં પીવાનું પાણી પૂરું પાડતા ડેમ અને તળાવમાં દૂષિત પાણી ભળે છે કે કેમ તેની તપાસ કરવા માટે એનજીટીએ આદેશ કરતા જિલ્લાના 12 ડેમ અને તળાવમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે.આ કામગીરીમાં જીપીસીબી અને સિંચાઈ વિભાગ સંયુક્ત રીતે કરી રહી છે.એનજીટીના અાદેશને પગલે રાજકોટ જિલ્લાના આજી 1-2-3 ,ન્યારી 1-2, લાલપરી તળાવ, વેરી તળાવ, ફોફળ 1 ,મોજ અને વેણુમાંથી સેમ્પલ લીધા છે.જે સેમ્પલ જીપીસીબીમાં સેમ્પલિંગ માટે મોકલવા માટે આવ્યા છે.જેનું પરિણામ અઠવાડિયા સુધીમાં આવી જશે. તેમ જીપીસીબીમાંથી જાણવા મળ્યું છે. 

અન્ય સમાચારો પણ છે...