કંડક્ટરો સામે કાર્યવાહી:રાજકોટ સિટી બસમાં 12 કંડકટર ફરજમુક્ત, 3 સસ્પેન્ડ, કામમાં ક્ષતિ બદલ 2 એજન્સીને રૂા.2.42 લાખનો દંડ ફટકારાયો

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • ટીકીટ વગર ફરતા 11 મુસારો ઝડપાતા રુા.1210નો દંડ કરાયો
  • તા.25-4થી તા.01-05 સુધીમાં 1.96 લાખ મુસાફરોએ સિટી બસમાં મુસાફરી કરી

રાજકોટ શહેરમાં દોડતી બીઆરટીએસ અને સિટી બસમાં મનપા દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવેલ. ચેકીંગ દરમ્યાન ગેરરીતિ આચરનાર 12 કંડકટરને ફરજમુક્ત, 3ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે કામમાં ક્ષતિ બદલ અલગ અલગ કામ કરતી 2 એજન્સીને રૂા.2.42 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

મારુતિ ટ્રાવેલ્સને 1.47 લાખનો દંડ કરવામાં આવ્યો
રાજકોટ રાજપથ કંપનીના રિપોર્ટમાં જણાવ્યા મુજબ તા.25-4થી તા.01-05 સુધીમાં 1,12,800 કિ.મી. ચાલેલી સિટી બસમાં 1.96 લાખ મુસાફરો ફર્યા હતા. આ બસ સેવામાં જુદી-જુદી ક્ષતિ બદલ 6,125 કિ.મી. લેખે બસ ઓપરેટર મારુતિ ટ્રાવેલ્સને 2,14,375લાખનો દંડ કરવામાં આવ્યો છે તો ફેર કલેકશન કરતી અલ્ટ્રામોડેન એજન્સીને રુા.28,400ની પેનલ્ટી કરાઈ છે.

રાજ સિક્યુરીટી એજન્સીને રુા.3,410નો દંડ કરાયો
સિટી બસમાં સિક્યુરીટી સંભાળતી નેશનલ સર્વિસને રુા.3,410ની પેનલ્ટી કરાઈ છે જયારે ટીકીટ વગર પકડાયેલા 11 મુસાફર પાસેથી રુા.1210નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. આ જ રીતે બીઆરટીએસ રુટ પર દોડતી 18 ઇલે. બસમાં અઠવાડિયામાં 1.58 લાખ મુસાફરોએ લાભ લીધો હતો