તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:રાજકોટ જિલ્લામાં RTE હેઠળ પ્રવેશ માટે 11,863 અરજી મળી, 10 જુલાઈ સુધી ફોર્મ ચકાસણી, 15મીએ પ્રથમ યાદી જાહેર થશે

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી. - Divya Bhaskar
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી.
  • ગત વર્ષે 4800ને પ્રવેશ સામે આ વર્ષે માંડ 4 હજારને પ્રવેશ અપાશે

રાજકોટ જિલ્લામાં ધો.1માં ખાનગી શાળામાં ગરીબ પિરવારના સંતાનોને RTE અંતર્ગત આપવાની પ્રવેશની કામગીરી અત્યારે અંતિમ તબક્કામાં ચાલી રહી છે. ઓનલાઈન એડમિશન ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઇ ચુકી છે. જેમાં કુલ 11,863 અરજી કરવામાં આવી છે. ગત વર્ષે રાજકોટ જિલ્લામાં 4800 વિદ્યાર્થીઓને એડમિશન મળ્યા હતાં તેની સાપેક્ષમાં આ વર્ષે જુદા જુદા કારણોસર માંડ 4 હજાર વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ આપવામાં આવશે. 10 જુલાઈના રોજ ફોર્મ ચકાસણી અને 15મી જુલાઈએ પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે.

16 શાળા લઘુમતી શાળા તરીકે કાર્યરત
રાજ્ય સરકાર દ્વારા RTE એક્ટ હેઠળ ધો.1માં ખાનગી શાળામાં ગરીબ પરિવારના સંતાનોને એડમિશન મળી શકે તે માટેની જે પ્રક્રિયા ચાલી રહી છે તેમાં ગત વર્ષે 533 શાળામાં પ્રવેશ અપાયો હતો. જેના બદલે આ વર્ષે 485 શાળામાં એડમિશન અપાશે. જેમાં જુદા જુદા કારણોસર 48 શાળામાં વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળે. રાજકોટ જિલ્લામાં 16 શાળા એવી છે જે લઘુમતી શાળા તરીકે કાર્યરત છે. જેમાં RTE હેઠળ વિદ્યાર્થીઓ ફાળવવામાં આવતા નથી. 9 શાળામાં વિદ્યાર્થીઓ નહીવત છે. જ્યારે 20 સ્કૂલોને તાળા મારવા પડે તેવી સ્થિતિ છે.

ગત વર્ષે 4800 વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવ્યો હતો
આ સ્થિતિમાં 48 શાળામાં વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ નહીં મળે. જેના કારણે ગયા વર્ષે જે 4800 વિદ્યાર્થીઓને ધો.1માં પ્રવેશ મળ્યો હતો તેની સાપેક્ષમાં આ વર્ષે માંડ 4000 વિદ્યાર્થીને RTE હેઠળ ખાનગી શાળામાં પ્રવેશનો લાભ મળશે. રાજકોટમાં ગરીબ બાળકોને જાણિતા ખાનગી શાળાઓમાં એડમિશન મળે તે માટે વાલીઓનો ધસારો વધુ હોય છે. પરંતુ રાજકોટમાં મોદી ગ્રુપની આઠ શાળાઓનો લઘુમતિ સ્કૂલમાં સમાવેશ થાય છે. એ જ રીતે સેન્ટ મેરી, સેન્ટ ઝેવિયર્સ, નિર્મલા, સેન્ટ મેરી, ક્રાઇસ્ટ જેવી જાણીતી સ્કૂલો પણ લઘુમતી સ્કૂલ તરીકે નોંધાયેલી હોવાથી આ શાળામાં પણ વિદ્યાર્થીઓને એડમિશન મળતા નથી.

અન્ય સમાચારો પણ છે...