3 વર્લ્ડ રેકોર્ડ:સરધાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં 117 પેજની આમંત્રણ પત્રિકા, સૌથી ઓછા વજનની શિક્ષાપત્રી અને નિત્યસ્વરૂપદાસની 621 ઘરસભાનો વર્લ્ડ રેકોર્ડ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં વર્લ્ડ રેકોર્ડના સર્ટિફિકેટ સ્વામી નિત્યસ્વરૂપદાસજીને એનાયત કરવામાં આવ્યા - Divya Bhaskar
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં વર્લ્ડ રેકોર્ડના સર્ટિફિકેટ સ્વામી નિત્યસ્વરૂપદાસજીને એનાયત કરવામાં આવ્યા
  • રાજકોટ નજીક સરધાર ધામ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં વર્લ્ડ રેકોર્ડના સર્ટિફિકેટ સ્વામી નિત્યસ્વરૂપદાસજીને એનાયત કરવામાં આવ્યા

રાજકોટ નજીક સરધાર ધામ ખાતે ભગવાન સ્વામિનારાયણનો મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે. જેને પગલે આજે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મહોત્સવમાં ઉપસ્થિતિ રહ્યા હતા. જ્યાં અમેરિકાની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગોનિઝશન દ્વારા 117 પેજની આમંત્રણ પત્રિકા, સૌથી ઓછા વજનની શિક્ષાપત્રી અને નિત્યસ્વરૂપદાસની 621 ઘરસભા સહિતના ત્રણ વર્લ્ડ રેકોર્ડની નોંધણી કરવામાં આવી હતી અને તેના સર્ટિફિકેટ સ્વામી નિત્યસ્વરૂપદાસજીને એનાયત કરવામાં આવ્યા હતા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સત્સંગથી આદર્શ માનવ જીવન અને સદવિચારનું નિર્માણ થાય છે તેની પ્રેરક વાત કરી
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સત્સંગથી આદર્શ માનવ જીવન અને સદવિચારનું નિર્માણ થાય છે તેની પ્રેરક વાત કરી

સત્સંગથી આદર્શ માનવ જીવનનું નિર્માણ થાય છે
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જંગલમાં ભૂલા પડેલા રાજાની વાર્તાનું ઉદાહરણ આપીને સંતોના સાનિધ્ય અને સત્સંગથી આદર્શ માનવ જીવન અને સદવિચારનું નિર્માણ થાય છે તેની પ્રેરક વાત કરી હતી.જ્યાં નોંધાયેલા પ્રથમ વર્લ્ડ રેકોર્ડની વાત કરીએ તો સ્વામિનારાયણ સંપ્રદાયની 117 પેજ ધરાવતી આમંત્રણ પત્રિકાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે હિંદૂ ધર્મની અત્યાર સુધીની સૌથી વધારે પેજ ધરાવતી આમંત્રણ પત્રિકા છે.

સ્વામી નિત્યયસ્વરૂપ દાસજી દ્વારા સતત એક જ વિષય ઉપર 621 ઘર સભા કરવામાં આવી છે
સ્વામી નિત્યયસ્વરૂપ દાસજી દ્વારા સતત એક જ વિષય ઉપર 621 ઘર સભા કરવામાં આવી છે

સૌથી ઓછું વજન ધરાવતી શિક્ષાપત્રી બનાવવામાં આવી
બીજો વર્લ્ડ રેકોર્ડની વાત કરીએ તો સ્વામિનારાયણ સંપ્રદાયની હસ્તલિખિત સૌથી નાની અને સૌથી ઓછું વજન ધરાવતી શિક્ષાપત્રી બનાવવામાં આવી હતી અને ત્રીજો વર્લ્ડ રેકોર્ડમાં સ્વામી નિત્યયસ્વરૂપ દાસજી દ્વારા સતત એક જ વિષય ઉપર 621 ઘર સભા કરીને સૌના જીવન પરિવર્તન થાય એ હેતુથી ઘરસભા કરવામાં આવી હતી. જેની નોંધ અમેરિકાની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશને લઇને ત્રણેય વર્લ્ડ રેકોર્ડ નોંધી તેના સર્ટિફિકેટ એનાયત કર્યા હતા.

સરધાર ધામ ખાતે ભગવાન સ્વામિનારાયણનો મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું સંતો દ્વારા સન્માન કરાયું
સરધાર ધામ ખાતે ભગવાન સ્વામિનારાયણનો મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું સંતો દ્વારા સન્માન કરાયું

US વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન શું છે?
વિશ્વભરમાં વર્લ્ડ રેકોર્ડ કરાવવામાં અગ્રેસર તથા વર્લ્ડ રેકોર્ડ બ્રેક કરવામાં અમેરિકા સ્થિત વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન મોખરે સ્થાન ધરાવે છે. વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન અમેરિકા ઘણાંજ જુદા જુદા ક્ષેત્રે કામ કરી રહી છે. જેમાં અનેક કેટેગરીનો સમાવેશ થાય છે. જેમ કે વર્લ્ડ રેકોર્ડ, વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ, ગ્લોબલ આઇકોન, ઇન્સ્પાયરિંગ હ્યુમન, કિડ્સ વર્લ્ડ રેકોર્ડ, બ્રાન્ડ પ્રમોશન સ્ટ્રેટેજી,એમ્પ્લોયમેન્ટ એંગેજ સ્ટ્રેટેજી, ટુરિઝમ પ્રમોટ,પ્રોડક્ટ લોન્ચ જેવી અનેક સર્વિસ આપવામાં આવે છે. ઉપરાંત, તે એવા લોકોને પણ સન્માનિત કરે છે જેઓ તેમના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય કરી રહ્યા છે અને સમગ્ર વિશ્વમાં સમાજની સુધારણા માટે યોગદાન આપે છે.

મોટી સંખ્યામાં હતી ભક્તો ઉપસ્થિત રહ્યા
મોટી સંખ્યામાં હતી ભક્તો ઉપસ્થિત રહ્યા
અન્ય સમાચારો પણ છે...