તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:જલજીત સોસાયટીમાં જુગાર રમતી 11 મહિલા ઝડપાઇ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બેભાન હાલતમાં બે યુવક સહિત ત્રણનાં મોત

શહેરમાં જુગારના દૂષણમાં પુરુષ સમોવડી બનેલી મહિલાઓ પણ હવે જાહેરમાં જુગાર રમતા પકડાઇ રહી છે. ત્યારે એક સ્થળે જાહેરમાં બે ફિલ્ડમાં જુગાર રમતી 11 મહિલાને પોલીસે પકડી પાડી છે. જ્યારે અન્ય બનાવમાં બેભાન હાલતમાં બે યુવક સહિત ત્રણ મળી આવતા આ ત્રણેયના મોત થયા છે. શહેરના દોઢસો ફૂટ રોડ પર આવેલી જલજીત સોસાયટી-11માં કેટલીક મહિલાઓ જાહેરમાં જુગાર રમતી હોવાની માહિતીના આધારે માલવિયાનગર પોલીસે દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન જલજીત સોસાયટીમાં જુગારના બે ફિલ્ડ જોવા મળ્યા હતા. પોલીસે જુગાર રમતી રૂડી કેશુ ભાટિયા, પ્રફુલ્લા અજય ભૂવા, દિના ભીમજી સોનારત, દિવ્યા નટુ ખૂનડિયા, અંકિતા રાજેશ ઠક્કર, પૂનમ બલદેવ રેણુકાને રૂ.5700 સાથે, જ્યારે બીજા ફિલ્ડમાંથી લીલા ઉર્ફે નીલમ શૈલેષ વાઘાણી, જશુ બાબુ વાઘાણી, શાંતા મનસુખ માલકિયા, અસ્મિતા હરિ ફુલેત્રા, હીના મહેશ સોલંકીને રૂ.4300ની રોકડ સાથે પકડી પાડી કાર્યવાહી કરી છે.

અન્ય એક બનાવમાં શહેરમાં ત્રણ વ્યક્તિના બેભાન હાલતમાં મોત નીપજ્યા હતા. યુનિવર્સિટી રોડ પરના વિમલનગરમાં રહેતા પારસભાઇ વિજયભાઇ સોલંકી (ઉ.વ.35)ને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ બેભાન થઇ જતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ તેમનું મોત નીપજ્યું હતું, તેમજ ગ્રીનલેન્ડ ચોકડી પાસેના શિવનગરમાં રહેતા જિતેન્દ્રભાઇ મોતીરામભાઇ ચમાર (ઉ.વ.32)પોતાના ઘરે બેભાન થઇ જતાં તેમને તાકીદે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમનું મોત નીપજ્યું હતું, આ ઉપરાંત મવડી પ્લોટ વિસ્તારના ન્યૂ વિશ્વેશ્વરનગરમાં રહેતા સુભાષભાઇ કરશનભાઇ જેઠવા (ઉ.વ.57)નું બેભાન હાલતમાં મૃત્યુ થયું હતું. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...