તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:11 વાર માસ્ક ન પહેર્યું, દંડ ભરવાનો ઇનકાર કરતાં પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અગાઉ 10 વખત સીસીટીવીમાં કેદ થયો હતો, વધુ એક વખત પકડાતા કાર્યવાહી
 • માસ્ક વગર ફરતા અન્ય 7 લોકોએ પણ દંડ નહીં ભરતા ફરિયાદ નોંધાઇ

વૈશ્વિક મહામારીને ધ્યાને રાખી લોકોએ માસ્ક ફરજિયાત પહેરવું તે અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. તેમ છતાં કેટલાક લોકો તેમના કે અન્ય લોકોના સ્વાસ્થ્યની કોઇ પરવા કર્યા વગર માસ્ક ન પહેરી સમાજના દુશ્મન બની રહ્યાં છે. ત્યારે માસ્ક પહેર્યા વગર બહાર નીકળતા લોકોને પકડવા પોલીસે સીસીટીવી, ડ્રોન સહિતના માધ્યમનો ઉપયોગ શરૂ કરી માસ્ક વગરના લોકોને ઝડપી લઇ તેમની સામે કાર્યવાહી કરી રહી છે.

આવા જ એક કિસ્સામાં એ ડિવિઝન પોલીસમથક વિસ્તારના સીસીટીવી કેમેરામાં એક બાઇકચાલક માસ્ક પહેર્યા વગર નીકળતા કેદ થયો હતો. પોલીસે તે બાઇક નંબરના આધારે તપાસ કરતા તે બાઇકચાલકને અગાઉ જૂન મહિનાથી ઓક્ટોબર મહિના વચ્ચે દસ વખત માસ્ક ન પહેરવા અંગેના ઇ-મેમો ઇશ્યૂ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. વધુ તપાસમાં તે બાઇકચાલક શ્યામલાલ હવેલીના મકાનમાં ભાડે રહેતો નિલેશ ચમનભાઇ ચાવડા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે ચાલક નિલેશ ચાવડાને બોલાવી અગાઉના દસ મળી કુલ અગિયાર ઇ-મેમોની રૂ.7300ની દંડની રકમ ભરી દેવા જણાવ્યું હતું. ત્યારે ચાલક નિલેશ ચાવડાએ દંડની રકમ ભરવાનો ઇનકાર કરી દેતા પોલીસે અગિયાર વખત માસ્ક વગર જાહેરમાં નીકળી જાહેરનામાનો ભંગ કરનાર ચાલક નિલેશ ચાવડા સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

આ ઉપરાંત શહેરનાં વિવિધ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન માસ્ક પહેર્યા વગર નીકળેલી સાત વ્યક્તિને પકડી હતી. તેમની પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી કરતા તેમને દંડ ભરવાનો નનૈયો ભણી દીધો હતો. જેથી પોલીસે ગુનો નોંધી સાતેય શખ્સ સામે કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો