ચૂંટણીતંત્ર દ્વારા સઘન કામગીરી:11 ઓબ્ઝર્વરે EVM સ્ટોરેજથી મત ગણતરી સુધીની સમીક્ષા કરી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • CPએ ચૂંટણી સંબંધિત કામની વિગતો આપી

રાજકોટ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા સઘન કામગીરી ચાલી રહી છે. આ ચૂંટણી તૈયારીઓની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ અધિકારીઓની એક બેઠક મળી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુએ 6 સામાન્ય નિરીક્ષક, 4 ખર્ચ નિરીક્ષક, 1 પોલીસ નિરીક્ષકને જિલ્લામાં આઠ વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલી ચૂંટણીની તૈયારીઓની વિગતવાર જાણકારી આપી હતી. ચૂંટણી પંચની માર્ગદર્શિકાના પાલન સાથે વિભાગવાર થઈ રહેલી કામગીરીની વિગતો રજૂ કરી હતી.

જિલ્લામાં પોસ્ટલ બેલેટ, દિવ્યાંગ મતદારો માટે ગોઠવાયેલી વ્યવસ્થા, EVM સ્ટોરેજથી લઈને મત ગણતરી સુધીની વ્યવસ્થા, જિલ્લામાં ચૂંટણી સ્ટાફને અપાયેલી તાલીમ અને આગામી સમયમાં થનારી તાલીમ, મતદાન બૂથ, પોલીસ બંદોબસ્ત, આચારસંહિતાનો ચુસ્ત અમલફરિયાદ નિવારણ, મીડિયા મોનિટરિંગ અને સર્ટિફિકેશન કમિટીની કામગીરી, સોશિયલ મીડિયા પર નિરીક્ષણ, મતદાન જાગૃતિ માટે સ્વીપ અંતર્ગત ચાલતા પ્રયાસો વગેરે અંગે વિગતવાર માહિતી નિરીક્ષકોને અપાઇ હતી. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે ચૂંટણીને લઈને પોલીસ દ્વારા કામગીરીની વિગતો રજૂ કરી હતી. જિલ્લામાં થયેલી ચૂંટણીની તૈયારીઓ અંગે નિરીક્ષકોએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...