કોરોના રાજકોટ LIVE:શહેરમાં આજે 10 વર્ષના બાળક અને 17 વર્ષ તરૂણી સહિત 15 વ્યક્તિ સંક્રમિત

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજકોટ શહેરમાં આજે 15 વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાં 10 વર્ષના બાળક અને 17 વર્ષની તરૂણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજે ભક્તિનગર સર્કલ, હુડકો, રાધેશ્યામ, મવડી, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, ત્રિવેદી સોસાયટી, ઓમ રેસિડેન્સી, સહકાર સોસાયટી, સ્વપ્ન લોક, રામેશ્વર પાર્ક, પંચવટી સોસાયટી અને સરસ્વતી સોસાયટીમાં કેસ સામે આવ્યા છે. આજે 20 દર્દીને ડિસ્ચાર્જ અપાતા હવે 68 દર્દી સારવાર હેઠળ છે.

બુધવારે 11 કેસ નોંધાયા હતા
રાજકોટ શહેરમાં બુધવારે કોરોનાના નવા 11 પોઝિટિવ કેસ આવ્યા હતા. આજે નોંધાયેલા 15 કેસ સાથે કુલ કેસની સંખ્યા 64030 થઈ છે એક્ટિવ કેસની સંખ્યા 68 થઈ છે. જે નવા કેસ વ્યા છે તેમાં કર્મચારી સોસાયટીમાં રહેતા 58 વર્ષના પુરુષ આબુ જ્યારે વોર્ડ નં.1ના દ્વારકેશ પાર્કમાં રહેતા 49 વર્ષીય પુરુષ પોરબંદરની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. આ સિવાય પર્ણકુટી સોસાયટી, વિજયનગર, ન્યૂ રામેશ્વર, સહકારનગર, રામપાર્ક, બુદ્ધનગર, આકાર હાઈટ્સ અને રામેશ્વર પાર્કના રહેવાસી છે તે કોઇની ટ્રાવેલ હિસ્ટ્રી કે કોન્ટેક્ટ હિસ્ટ્રી નથી.

ઋતુજન્ય રોગચાળો વકર્યો
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા જેવા રોગોને નિયંત્રિત કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે આમ છતાં પણ છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુ, મેલેરિયાના એક-એક અને ચિકનગુનિયાના બે કેસ નોંધાયા હતા. આ ઉપરાંત મિશ્ર વાતાવરણને કારણે શરદી-ઉધરસના 313, તાવના 68 અને ઝાડા-ઊલટીના 92 કેસ નોંધાયા હતા. ચાલુ વર્ષમાં ડેન્ગ્યુના 18, મેલેરિયાના 9 અને ચિકનગુનિયાના 9 કેસ નોંધાયા છે.

249 ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 4 જુલાઇથી 10 જુલાઇ દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ 16,463 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. તેમજ 249 ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વ્હીકલ માઉન્ટેન ફોગિંગ મશીનથી ફોગીંગ કરવામાં આવ્યા હતા. આ કામગીરી હેઠળ કૃષ્ણનગર સોસાયટી, શાસ્ત્રીનગર, ભવાનીનગર, રામનાથપરા સહીત 10થી વધુ વિસ્તારોમાં ફોગિંગ કામગીરી કરવામાં આવી હતી.