સુવિધા:રાજકોટ ST ડિવિઝનને 11 નવી બસ ફાળવાઈ, મુસાફરોને વધુ સારી સુવિધા મળશે, તહેવાર પર એકસ્ટ્રા બસ દોડાવાશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ એસટી ડિવિઝનને 11 નવી બસની ફાળવણી કરવામાં આવી છે. આ નવી બસ અનુક્રમે ગોંડલ, સુરેન્દ્રનગર, રાજકોટ એસટી બસપોર્ટ અને વાંકાનેર ડેપોને ફાળવવામાં આવી છે. ફાળવવામાં આવેલી તમામ બસ લાંબા રૂટ ઉપર દોડશે. હાલ 11 બસ ફાળવવામાં આવી હોવા છતાં 50 ટકાથી વધુ બસ નિયમ કરતા વધુ અંતર કાપી ચૂકી છે. આમ છતાં તે હાલમાં દોડી રહી છે. જોકે નવી બસ લાંબા અંતરના રૂટ માટે ફાળવવામાં આવી છે. જ્યારે જૂની બસ ગ્રામ્ય વિસ્તારમાં દોડશે. આમ નવી બસ મેળવવા માટે ગ્રામ્ય વિસ્તારને હરહંમેશા અન્યાય થાય છે.

દરેક તહેવારમાં આવનજાવન માટેનો પૂરતો ટ્રાફિક મળી રહેતો હોવાથી નવી બસ ફાળવવામાં આવે છે. ત્યારે દિવાળીના તહેવારમાં અંદાજિત 125 વધારાની બસ ફાળવવામાં આવે છે.વધારાના ટ્રાફિકને કારણે એસટી બસની આવકમાં પણ વધારો થશે. સામાન્ય રીતે તહેવારની સિઝનમાં એસટી બસની આવક દૈનિક અંદાજિત રૂ. 20 લાખે પહોંચી જતી હોય છે. જન્માષ્ટમીમાં વધારાના રૂટ પર એસટી બસને ટ્રાફિક મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...