• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • 11 Members Of Jayesh Radadia Panel Elected Unopposed In Rajkot District Cotton Marketing Union Despite Allegations Of Rival Group

સહકારી ક્ષેત્રમાં દબદબો:હરીફ જુથના આક્ષેપો બાદ પણ રાજકોટ જિલ્લા કોટન માર્કેટિંગ યુનિયનમાં જયેશ રાદડિયા પેનલના 11 સભ્યો બિનહરીફ ચૂંટાયા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સહકાર પેનલમાં તમામ ઉમેદવાર બિનહરીફ થયા છે - Divya Bhaskar
ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સહકાર પેનલમાં તમામ ઉમેદવાર બિનહરીફ થયા છે
  • આવતા દિવસોમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણુંક કરવામાં આવશે

પૂર્વ કેબિનેટ મંત્રી અને રાજકોટ ડીસ્ટ્રીક બેન્કના ચેરમેન જયેશ રાદડિયા પર થયેલ આક્ષેપ બાદ પણ આજે ફરી એક વખત રાજકોટમાં વધુ એક સહકારી સંસ્થામાં પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાંદડિયાનો દબદબો યથાવત જોવા મળ્યો છે. જયેશ રાદડિયાની આગેવાનીમાં રાજકોટ જિલ્લા કો.ઓપરેટીવ કોટન માર્કેટિંગ યુનિયનમાં ભાજપના તમામ ડિરેકટરો બિન હરીફ ચૂંટાયા છે જેમાં આવતા દિવસોમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણુંક કરવામાં આવશે.

રાદડિયાની આગેવાનીમાં બિનહરીફ ચૂંટાયા
રાજકોટ જિલ્લા કો. ઓપરેટીવ કોટન માર્કેટિંગ યુનિયનમાં ભાજપના તમામ ડિરેકટરો બિનહરીફ ચૂંટાયા છે. બોર્ડ ઓફ ડિરેક્ટરીની યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં આજે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સહકાર પેનલમાં તમામ ઉમેદવાર બિનહરીફ થયા છે. જેના પગલે હવે આગામી દિવસોની અંદર તેમના ચેરમેન અને વાઇસ ચેરમનની પણ નિમણુંક કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પૂર્વ કેબિનેટ મંત્રી અને રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડિયા ઉપર ભાજપના જ હરીફ જૂથ છેલ્લા કેટલાક સમયથી આક્ષેપો કરી રહ્યા છે અને આ આક્ષેપો વચ્ચે વધુ એક સહકારી સંસ્થામાં ભાજપના સભ્યો જયેશ રાદડિયાની આગેવાનીમાં બિનહરીફ ચૂંટાયા છે.

ભાજપના તમામ ડિરેકટરો બિનહરીફ ચૂંટાયા છે
ભાજપના તમામ ડિરેકટરો બિનહરીફ ચૂંટાયા છે

ચૂંટાયેલા ડિરેક્ટરોના નામ

  • વલ્લભભાઈ ડાંગરીયા
  • પરસોતમભાઈ ઢોલરીયા
  • મગનભાઈ વડાવીયા
  • દામજીભાઈ ભુવા
  • પ્રવિણભાઈ છાયાણી
  • દેવાયતભાઈ છૈયા
  • રમેશભાઈ મુળીયા
  • ભીખાભાઈ ત્રાડા
  • આર.સી.ભુત
  • લલિતભાઈ રાદડીયા
  • રમેશભાઈ સાવલીયા