તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ક્રેડિટ સોસાયટીના 50 કરોડનું ફુલેકું ફેરવનાર સામે 10280 પાનાનું ચાર્જશીટ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમય ટ્રેડિંગ, આશિષ ક્રેડિટ સોસા.ના સંચાલકોની 12.34 કરોડની મિલકત પોલીસે શોધી કાઢી, મિલકતો જપ્ત કરવા રિપોર્ટ કરાશે
  • સૂત્રધાર પ્રદીપ ડવેરા સહિત 11 આરોપીની પોલીસે ધરપકડ કરી હતી

સમય ટ્રેડિંગ, આશિષ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના નામે રોકાણકારો પાસેથી રૂ.50 કરોડ જેટલી રકમ ઉઘરાવી ફુલેકું ફેરવવાના મામલામાં પોલીસે આરોપીઓ વિરૂધ્ધ 10280 પાનાનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યું હતું. પોલીસે આરોપીઓની રૂ.12.34 કરોડની મિલકત શોધી કાઢી તેને જપ્ત કરવાની કાર્યવાહી પણ શરૂ કરી હતી.

યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એ.એસ.ચાવડાએ જણાવ્યું હતું કે, સમય ટ્રેડિંગ, સાંઇ સમય ટ્રેડિંગ તથા આશિષ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના નામે હજારો લોકોને આકર્ષક સ્કીમમાં ફસાવી રોકાણ કરાવ્યું હતું અને રૂ.50 કરોડ જેટલી રકમ એકઠી થતાં ઓફિસને તાળાં મારી રોકાણકારોને ચૂનો ચોપડી દીધો હતો, આ મામલામાં ગુનો નોંધાતા પોલીસે સૂત્રધાર પ્રદીપ ખોડા ડવેરા, દિવ્યેશ અશોક કાલાવડિયા, હિતેષ મનસુખ લુક્કા, ચંદ્રકાંત રણછોડ પટેલ, અશોક વલ્લભ કાલરિયા, કાર્તિક ઉર્ફે ગોપી લલિત ઝાલા, પાર્થ જનક ઝાલા, પારિતોષ લલિત ઝાલા, લલિત પૂના ઝાલા, કિરીટસિંહ તેજુભા જાડેજા અને કમલકુમાર ઉર્ફે કમલેશ જેરાજ સાપોવાડિયાની ધરપકડ કરી તમામને જેલહવાલે કર્યા હતા. આરોપીઓએ રોકાણકારોને લોભામણી લાલચ આપી રોકાણ કરાવ્યા બાદ તેમની વળતર સહિતની રકમ પરત આપવાને બદલે વધુ રોકાણ કરાવી મસમોટું કૌભાંડ આચર્યું હતું.

આ પ્રકરણની ઊંડાણથી તપાસ માટે ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ ‘સીટ’ની રચના કરવામાં આવી હતી. પોલીસે તપાસમાં આરોપીઓ પાસેની કુલ રૂ.12,34,38,125ની મિલકત શોધી કાઢી હતી. આરોપીઓ સામેના તમામ દસ્તાવેજી પુરાવાઓ એકઠા કરી આરોપીઓ વિરૂધ્ધ 10280 પાનાની ચાર્જશીટ યુનિવર્સિટી પોલીસે રજૂ કર્યું હતું. આરોપીઓ પાસેથી મળી આવેલી મિલકત કબજે કરવાનો રિપોર્ટ પણ આગામી દિવસોમાં રજૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...