વેરા વસૂલાત:10% વળતર માટે 13 દિવસ બાકી એડવાન્સ વેરા પેટે 102 કરોડ મળ્યા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા અને દિવ્યાંગ મિલકતધારકોને તેમજ ઓનલાઈનમાં વિશેષ છૂટ
  • ગત વર્ષે આ સમયે કુલ 39 કરોડ ભરાયા હતા જ્યારે આ વર્ષે 61.41 કરોડ રૂપિયા તો માત્ર ઓનલાઈન ચૂકવણીથી મળ્યા

રાજકોટ મહાનગરપાલિકા દર વર્ષે એપ્રિલથી જૂન સુધીમાં વેરા વળતર યોજના બહાર પાડે છે જેમાં 31 મે સુધી 10 ટકા અને ત્યારબાદ 1 જૂનથી 30 જૂન સુધી 5 ટકા વળતર અપાય છે આ ઉપરાંત મહિલા મિલકતધારકોને વધારાના 5 ટકા, દિવ્યાંગ મિલકતધારકોને 5 ટકા તેમજ જો ઓનલાઈન વેરો ભરે તો 1 ટકા અને જો 3 વર્ષથી નિયમિત વેરો ભરે તેને વધુ 1 ટકા છૂટ અપાય છે. દર વર્ષે આ છૂટને કારણે ઘણી આવક થાય છે જ્યારે આ વર્ષે નવા રેકોર્ડ સર્જાયા છે અને ગત વર્ષે 39 કરોડની આવકની સરખામણીએ ચાલુ વર્ષે 17 મે સુધીમાં જ 102 કરોડ રૂપિયાની આવક થઇ છે.

રાજકોટમાં 17 મે સુધીમાં કુલ 194402 મિલકતધારકે અત્યાર સુધીમાં 102 કરોડ રૂપિયાથી મનપાની તિજોરી છલકાવી દીધી છે. આ પૈકી 124139 લોકોએ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની છૂટનો લાભ મેળવી 61.41 કરોડ રૂપિયા ભર્યા છે. ગત વર્ષે આ જ સમય દરમિયાન કુલ 39 કરોડની આવક થઈ હતી તેથી એકંદર ત્રણ ગણી જેટલી આવક વધુ થઈ છે અને 300 કરોડના લક્ષ્યાંક સામે 30 ટકાથી વધુ રકમ આવી ગઈ છે. આ ઉપરાંત ચાલુ વર્ષે 11334 કરદાતાએ વ્યવસાય વેરા પેટે 4.84 કરોડ રૂપિયાની રકમ ભરી છે જે આંક આ જ સમયે ગત વર્ષે 3.24 કરોડ રૂપિયા જેટલો હતો.

હજુ પૂરા વળતર માટે 13 દિવસ જેટલો સમય બાકી છે તેમજ ત્યારબાદ વળતર મળશે પણ તેમાં 10 ટકાને બદલે 5 ટકા વળતર મળશે પણ આ સિવાયના જે ડિસ્કાઉન્ટના દર છે જેમ કે મહિલાઓ માટે 5 ટકા, દિવ્યાંગો માટે 5 ટકા, ઓનલાઈન ભરે તો 1 ટકા અને 3 વર્ષથી નિયમિત ભરતા હોય તો વધુ 1 ટકા ડિસ્કાઉન્ટ એ દર યથાવત રહેશે. હાલ જે સ્કીમ છે તેમાં ઓછામાં ઓછા 10 ટકાથી શરૂ કરીને વધુમાં વધુ 22 ટકા સુધી ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ કારણે છેલ્લા દિવસોમાં પણ આવક વધે અને વેરા વસૂલાત શાખાને ઉઘરાણીનો લક્ષ્યાંક ઘટે તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...