તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:ડિપ્લોમાથી ડિગ્રી કોર્સમાં બીજા રાઉન્ડના અંતે 1019 બેઠક ખાલી, એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે ઉદાસીનતા

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી કોલેજમાં બેઠક ભરવા તા.2થી 15 સપ્ટેમ્બર ત્રીજો રાઉન્ડ

ડિપ્લોમાંથી ડિગ્રી ઈજનેર કોર્સમાં બીજા રાઉન્ડના અંતે 1019 સરકારી બેઠક ખાલી છે. અત્યાર સુધીમાં સરકારી બેઠકની વાત કરીએ તો 4398 કુલ બેઠક છે જેમાંથી રાઉન્ડ એક અને રાઉન્ડ બેમાં 3379 બેઠક ભરાઈ છે. વિદ્યાર્થીએ ત્રીજા રાઉન્ડ માટે 1019 સરકારી બેઠક માટે ફોર્મ WWW.jacpcldce.ac.in સાઈટ પરથી ડાઉનલોડ કરી અમદાવાદની LD કોલેજ ખાતે ફિઝિકલી ભરવાનું રહેશે. ડિપ્લોમાથી ડિગ્રી ઇજનેરી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે બીજા રાઉન્ડની ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે. ગુજરાત રાજયની સરકારી અને સ્વનિર્ભર કોલેજોની વાત કરીએ તો રાજ્યમાં કુલ સરકારી 4398 બેઠક અને ખાનગી 39149 બેઠક છે.

જેમાંથી પ્રથમ અને બીજા રાઉન્ડના અંતે 3379 સરકારી બેઠક ભરાઈ છે એટલે કે 1019 સરકારી બેઠક હજુ પણ ભરાઈ નથી. તેથી સરકારી એન્જિનિયરિંગની 1019 બેઠકો બાકી રહેતા હજુ એક અલગ પ્રવેશ કાર્યક્રમ જાહેર થયો. હવે ત્રીજો રાઉન્ડ 2 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયો છે. જે 15 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન છાત્રોએ વેબસાઈટ પરથી ફોર્મ ડાઉનલોડ કરી ફોર્મ ભરવાનું રહેશે.

આ ફોર્મને 2 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ ખાતે આવેલ LD કોલેજ રૂબરૂ જઈને ફોર્મને જમા કરાવવાનું રહેશે. જેનું મેરિટ એડમિશન કમિટિ ફોર પ્રોફેશનલ કોર્સિસ દ્વારા 20 સપ્ટેમ્બરના રોજ બહાર પાડવામાં આવશે. 23 સપ્ટેમ્બરના રોજ કાઉન્સેલિંગ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...