રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ બાળકોને ધો.1માં વિનામૂલ્યે પ્રવેશ આપવા માટેની પ્રક્રિયા 11મી એપ્રિલ સુધી કરવામાં આવી હતી જેમાં રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં 15874 વાલીએ આરટીઈ પોર્ટલમાં ઓનલાઈન અરજી કરી છે જેમાંથી 10172 અરજી માન્ય રહી છે. હજુ પણ વેરિફિકેશનની કામગીરી ચાલી રહી છે અને આગામી 16મી એપ્રિલ સુધી જિલ્લાકક્ષાએ ફોર્મ ચકાસણીની કામગીરી કરવામાં આવશે અને ત્યારબાદ 26મી એપ્રિલે પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે. રાજકોટ શહેરમાં જેટલી અરજીઓ માન્ય રહેશે તેમાંથી ડ્રો કરીને 3942 સીટ ઉપર બાળકોને જુદી જુદી સ્કૂલમાં ધો.1માં પ્રવેશ આપવામાં આવશે.
ગરીબ બાળકોને મફત શિક્ષણ આપવા માટે તારીખ 30 માર્ચથી રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ હતી. વર્ષ 2022-23 માટે ગરીબ વિદ્યાર્થીઓને ખાનગી સ્કૂલમાં ધો.1માં પ્રવેશ આપવામાં આવશે. ગયા વર્ષે રાજકોટ શહેરમાં 3500 અને ગ્રામ્યમાં 2288 સહિત 5788 વિદ્યાર્થીને રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ વિનામૂલ્યે ખાનગી શાળામાં પ્રવેશ અપાયો હતો. 16 એપ્રિલ સુધી જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી કરી એપ્રૂવ/રિજેક્ટ કરાશે.
17થી 19 એપ્રિલ દરમિયાન માત્ર રિજેક્ટ થયેલી ઓનલાઈન અરજીઓમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા તક વાલીઓને અપાશે. 17થી 21 એપ્રિલ દરમિયાન પુનઃડોક્યુમેન્ટ અપલોડ થયેલ ફોર્મ જિલ્લા કક્ષાએ ચકાસણી કરાશે. 26 એપ્રિલે પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે. શિક્ષણ વિભાગ પાસે શ્રીમંતોને મફત શિક્ષણ લેતા અટકાવવાનો પડકાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.