કાર્યવાહી:1002 કાર્ડધારકોને અનાજ દીધા વગર જ બિલ બનાવી નાખ્યાં, બજરંગવાડીમાં દુકાનદારનું લાઇસન્સ 90 દી’સસ્પેન્ડ

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટના જામનગર રોડ પર બજરંગવાડી-2માં આવેલી બી.ડી.જોશીની સસ્તા અનાજની દુકાનમાં પુરવઠા વિભાગે દરોડો પાડી તપાસ હાથ ધરતા છેલ્લા બે મહિનામાં 1002 કાર્ડધારકોને રેશનિંગનો જથ્થો આપ્યો ન હોવા છતાં બિલ બનાવી નાખી ચોપડે ચડાવ્યાની હકીકત બહાર આવતા અને ઓનલાઇન સ્ટોકપત્રક તથા હાજર જથ્થામાં તફાવત મળી આવતા રૂ.68 હજારનો માલ સીઝ કર્યો હતો. ડીએસઓએ તાત્કાલિક અસરથી બી.ડી.જોશીનો પરવાનો 90 દિવસ માટે સસ્પેન્ડ કરી નાખ્યો હતો. જિલ્લા પુરવઠા અધિકારી પૂજાબેન બાવડાએ જણાવ્યું હતું કે તપાસણી દરમિયાન પરવાનેદારે ભાવ તથા સ્ટોક બોર્ડ તેમજ ગાંધીનગર ફરિયાદ કરવા અંગેનું બોર્ડ પણ નિભાવેલ ન હતું. તેમજ 1002 રેશનકાર્ડ ધારકોને રેશનિંગનો જથ્થો વિતરણ કરેલો ન હોવા છતાં ઓનલાઇન એન્ટ્રી કરી ખોટા બિલ બનાવી તકનો લાભ લઇ રેશનનો જથ્થો અનઅધિકૃત રીતે બારોબાર વેચી નાખ્યાનું ખુલ્યું છે.

અન્ય સમાચારો પણ છે...