અંગદાન-વુમન એમ્પાવરમેન્ટનો સંદેશો:100 મહિલાએ રાજકોટથી અમદાવાદ સુધી કાર ચલાવીને, ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ અને અંગદાનનું મહત્ત્વ સમજાવ્યું

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગર, જૂનાગઢ, ગોંડલ, સુરેન્દ્રનગરથી બહેનો જોડાઈ

મહિલા સશક્તિકરણ અને અંગદાન જાગૃતિ લાવવા રોટરી ક્લબ ઓફ ગ્રેટરના મહિલા સભ્ય દ્વારા મહિલાઓ માટે કાર રેલીનું આયોજન કર્યું હતું. જેમાં 25 કારના કાફલામાં 100 મહિલાઓ રાજકોટ ઉપરાંત જૂનાગઢ, ગોંડલ, જામનગર, સુરેન્દ્રનગરથી જોડાયા હતા. આ સિવાય ગુલાબી કલરના સાડી-સાફા ટ્રેડિશનલ ડ્રેસ, ડોક્ટરના ડ્રેસમાં મહિલાઓએ બેટી બચાવો, બેટી પઢાઓ અને અંગદાનનું મહત્ત્વ સમજાવ્યું હતું. આ સિવાય કારને વિશિષ્ટ રીતે ડેકોરેટ કરવામાં આવી હતી.

શનિવારે રાજકોટથી સવારે 8.30 કલાકે કાર રેલીનો પ્રારંભ થયો હતો. આ અંગે વધુ માહિતી આપતા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર પૂર્વીબેન લાખાણી જણાવે છે કે, કાર રેલીમાં જેમની પાસે કાર ડ્રાઈવિંગનું લાઇસન્સ છે એ જ બહેનોને કાર ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ સિવાય 80 થી 100ની સ્પીડ ક્રોસ કરવાની સ્પષ્ટ મનાઈ હતી. આખા રસ્તે ફરજિયાત સીટ બેલ્ટ નિયમનું પાલન કરવામાં આવ્યું હતું. કોઈ મુશ્કેલી ન પડે તે માટે કાર રેલીની શરૂઆત પોઈન્ટથી લઈને અંત સુધી માર્ગનો મેપ આપવામાં આવ્યો હતો.

ડ્રાઈવિંગ સીટની બાજુમાં બેસેલી બહેનો નેવિગેટરના રોલમાં રહી હતી. કાર ડેકોરેશન, બેસ્ટ ડ્રેસઅપ, સ્લોગન, ક્રિએશન વગેરે માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર રેલીમાં વિદ્યાર્થિનીથી લઇને, ડોક્ટર, બિઝનેસ વુમન, હાઉસવાઇફ વગેરે જોડાઈ હતી. રાજકોટથી અમદાવાદ સુધી પ્રથમ વાર કાર રેલીનું આ પ્રકારે આયોજન કર્યું હતું.

આ બહેનો અમદાવાદથી રાજકોટ આવશે
શનિવારે રાજકોટથી કાર લઇને અમદાવાદ પહોંચેલી બહેનોએ ત્યાં પણ અંગદાન અને મહિલા સશક્તિકરણ માટે ખાસ કાર્યક્રમ આપ્યો હતો. હવે આજે આ બહેનો અમદાવાદથી રાજકોટ પહોંચશે. આમ, જોવા જોઇએ તો બહેનોએ 500 કિલોમીટર સુધી કાર ચલાવીને જાગૃતિ લાવવા માટેનો પ્રયાસ કર્યો છે. - શીતલબેન પટેલ, પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર

અન્ય સમાચારો પણ છે...