તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આજથી 21 વર્ષ પહેલા સરકારી સહાય વગર ચેકડેમ-તળાવનો પ્રાંરભ કરીને જળક્રાંતિની ભેટ આપનાર અને ખેડૂત પુત્ર મનસુખ સુવાગિયા વ્યસન મુક્તિ માટેનું અભિયાન ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં તેને 20 ગામમાં ગ્રામસભા કરીને 100 ગામના લોકોને વ્યસન મુક્ત બનાવ્યા છે. તે સિવાય વિવિધ ગુફાનો અભ્યાસ કરીને લોકોને વિરાસત જાળવણીનો સંદેશો આપી રહ્યા છે. જળક્રાંતિ દિન નિમિત્તે 50 હજાર લોકોને જળરક્ષાનો સંકલ્પ લેવડાવ્યો છે.તેમજ ગામે ગામ ચેકડેમ,તળાવ બાંધીને તેઓ લોકોને રોજગારી આપી રહ્યા છે.
જળક્રાંતિના ભાગ રૂપે મનસુખભાઈ સુવાગિયાએ ભાણવડ પાસેના બરડા ડુંગરમાં ઐતિહાસિક અબગાધાર ઉપર તપોવન કુટિરમાં 105 દિવસ બેસીને 62 પ્રકરણના વિશ્વ પ્રેરક જળક્રાંતિ ગ્રંથની રચના કરી છે. જળક્રાંતિ ગ્રંથ માટે તેઓ સવારના પાંચથી સાંજના પાંચ સુધી કામ કરી રહ્યા છે.જેમાં જળતત્વ, પાણીના દિવ્ય ગુણ, પાણીના પ્રકાર, વરસાદના પ્રકાર, ભારત અને વિશ્વ જળસંકટના કારણો અને તેનું સંપૂર્ણ નિવારણનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જ્યારે બરડા ડુંગરની 900 દિવ્ય વનસ્પતિ અને ઘૂમલીનો વિશ્વ દર્શનીય નવલખો, ભૃગકુંડ, સોનાકંસારીના મંદિરો અને જાંબવતની ગુફાનો અભ્યાસ કરીને આ વિરાસત જાળવણીનો સંદેશ આપી રહ્યા છે.
જળક્રાંતિ અંતર્ગત ગ્રામ સંગઠન, લોકફંડ, ચેકડેમ તળાવની યોગ્ય સ્થળ પસંદગી, ચેકડેમની નવી ડિઝાઈન અને શ્રમદાન પાંચ સિદ્ધાંત પર તેઓ ચેકડેમ યોજના અમલી કરી છે. જેમાં ઈ.સ. 1999 માં જૂનાગઢ જિલ્લાના જામકા ગામમાં સરકારી સહાય વગર માત્ર 10 લાખ રૂપિયામાં 51 ચેકડેમ અને બે તળવાનું નિર્માણ કરીને જળક્રાંતિનો પ્રારંભ કર્યો છે. આ સિવાય મનસુખ સુવાગિયાએ ચેકડેમની ખૂબ સસ્તી અને 100 વર્ષ ટકાઉ નવી ડિઝાઈન શોધી અને 22 ફૂટ સુધી ઊંચા ચેકડેમ બાંધ્યા છે. વધુને વધુ લોકો જોડાય અને પ્રેરણા મળે તે માટે પોતાની ફેક્ટરી અને ઘર છોડીને 22 વર્ષ સુધી ગ્રામજનો સાથે શ્રમદાન કર્યુ છે અને ગામે ગામ લોકફંડ એકત્રિત કરી આપ્યું છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.