કોરોના વેક્સિનેશન:રાજકોટના નવા માત્રાવડમાં બન્ને ડોઝનું 100 ટકા વેક્સિનેશન: આ સિદ્ધિ હાંસલ કરનાર જિલ્લાનું પ્રથમ ગામ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મર તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મર તસવીર
  • રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીએ ગ્રામજનોનો આભાર માની આરોગ્ય વિભાગની કામગીરી

ગુજરાતમાં દિવાળીના તહેવારો બાદ ધીમે ધીમે પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. આવા સમયે સરકાર દરેક તબક્કે અપીલ કરતી આવી છે કે, નાગરિકો વેક્સિન અવશ્ય લઈ પોતાને અને પોતાના પરિવારને કોરોનાથી સુરક્ષિત કરે. રાજ્યના નિષ્ણાંત તબીબીઓએ પણ લોકોને વેક્સિન લેવા સલાહ આપી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં આવેલા નવા માત્રાવડ ગામમાં બન્ને ડોઝનું 100 ટકા વેક્સિનેશન થયું છે. આ સિદ્ધિ હાંસલ કરનાર નવા માત્રાવડ જિલ્લાનું પ્રથમ ગામ બન્યું છે.

આ તકે માહિતી આપતા રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ રસીકરણ અભિયાનમાં સહભાગી બની વેક્સિન લેનાર દરેક ગ્રામજનોનો આભાર માની આરોગ્ય વિભાગની કામગીરી બદલ ટીમને અભિનંદન પાઠવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, નવા માત્રાવડ જામકંડોરણા તાલુકાનું ગામ છે, અને ચિત્રાવડ પીએચસી હેઠળ આવે છે. અહીંના દરેક પુખ્તવયના ગ્રામજને જાગૃતતા દાખવી કોરોના વિરોધી રસીના બન્ને ડોઝ લઈ લીધા છે. અહીં 18 વર્ષથી મોટી ઉંમરના 214 લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ હતો જે સંપૂર્ણ કરાયો છે. નોંધનીય છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિન અંગે ગેર સમજો વધુ હોય છે. જેથી લોકોની ગેર સમજ દૂર કરી 100 ટકા વેક્સિનેશન કરવું પડકારજનક હોય છે. તેમ છતાં રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે આ લક્ષ્યાંક હાંસલ કર્યો છે જે પ્રશંસાને પાત્ર છે.