તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડર કે આગે જીત હે:રાજકોટના 96 ગામોમાં 100% વેક્સિનેશન, શહેર-જિલ્લાના કુલ 25 લાખથી વધુ લોકોને વેક્સિનના ડોઝ અપાયા

રાજકોટ13 દિવસ પહેલા
  • ડિસેમ્બ૨ સુધીમાં તમામને બીજા ડોઝની કામગીરી પૂર્ણ ક૨વા લક્ષ્યાંક: કલેકટ૨ અરૂણ મહેશ બાબુ
  • જિલ્લામાં પ્રથમ ડોઝનું 70.86% અને બીજા ડોઝનું 20.97% વેક્સિનેશન
  • જિલ્લામાં 9 લાખથી વધુ પ્રથમ અને 2 લાખથી વધુએ બીજો ડોઝ લીધો

રાજકોટ જિલ્લામાં કોરોના પ્રતિરોધક વેક્સિનેશનની કામગીરી તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય વિભાગ દ્વારા પૂર જોશમાં ચાલી રહી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પેટા આરોગ્ય કેન્દ્ર દ્વારા કરવામાં આવેલી સુંદર કામગીરી થકી રાજકોટ જિલ્લામાં વિવિધ તાલુકાના અનેક ગામોમા 100 ટકા રસીકરણની કામગીરી પૂર્ણ થયેલ છે. તાલુકા વાઈઝ ધોરાજીના 3, ગોંડલના 7, જામકંડોરણાના 13, જસદણના 7, જેતપુરના 22, કોટડા સાંગાણીના 2, લોધિકાના 5, પડધરીના 15, રાજકોટના 12, ઉપલેટાના 2 તેમજ વીંછિયાના 4 ગામોમાં રસીકરણ ૧૦૦ % ટકા પૂર્ણ થયાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.

વેક્સિનેશનમાં રાજકોટ શહે૨ દ્વિતીય અને જિલ્લો તૃતીય સ્થાને
આ બાબતે કલેકટ૨ અરૂણ મહેશ બાબુએ જણાવ્યું કે, ડીસેમ્બ૨ સુધીમાં બીજા ડોઝની કામગીરી પૂર્ણ ક૨વા લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. હાલમાં લોધીકા-વિછીંયામાં સૌથી ઓછુ વેક્સિનેશન થયું છે. આશા વર્કરો દ્વારા ક્રોસ વેરીફીકેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. સાથે જ પંચાયતોના સ૨પંચો, શિક્ષકો, આશા વર્કરો અને જી.આ૨.ડી.ની મદદ લઈ ૨સીક૨ણ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે.

રાજકોટમાં અત્યાર સુધીમાં શહેર-જિલ્લાના બધા મળી 25 લાખથી વધુ ડોઝ અપાયા
રાજકોટમાં અત્યાર સુધીમાં શહેર-જિલ્લાના બધા મળી 25 લાખથી વધુ ડોઝ અપાયા

શહેરમાં 13.91 લાખ અને જિલ્લામાં 11.51 લાખથી વધુને રસીકરણ
રાજ્યભરમાં કોરોનાની રસી આપવાનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ શહેર તેમજ જિલ્લામાં સઘન રસીકરણ ઝુંબેશ હેઠળ આજ સુધીમાં રાજકોટ શહેરના 13,91,713 તેમજ જિલ્લામાં 11,51,024 લોકોને વેક્સિનેશન કરવામાં આવ્યું છે. રાજકોટમાં અત્યાર સુધીમાં શહેર-જિલ્લાના બધા મળી 25 લાખથી વધુ ડોઝ અપાયા છે.

શહેરના 18થી 45 વર્ષના 593336એ પ્રથમ ડોઝ લીધો
રાજકોટ શહેરમાં 18 વર્ષથી ઉપરનાં અને 45 વર્ષથી નીચેના 593336ને પ્રથમ ડોઝ, 146488ને બીજો ડોઝ, 45થી 60 વર્ષ વચ્ચે 340451ને પ્રથમ તેમજ 210688ને બીજો ડોઝ, તેમજ ફ્રન્ટ લાઈન વોરિયર્સમાં 33883ને પ્રથમ અને 28497 લોકોને બીજો ડોઝ અપાઈ ચુક્યો છે. અન્ય 20299ને પ્રથમ તેમજ 18071ને બીજો ડોઝ મળીને કુલ 13,91,713લોકોને પ્રથમ તેમજ બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

45થી 60 વર્ષ વચ્ચેના 388229ને પ્રથમ તેમજ 196535ને બીજો ડોઝ અપાયો
45થી 60 વર્ષ વચ્ચેના 388229ને પ્રથમ તેમજ 196535ને બીજો ડોઝ અપાયો

જિલ્લા 18થી 45 વર્ષ 47,7427એ પ્રથમ ડોઝ લીધો
જિલ્લામાં 18 વર્ષથી ઉપરનાં અને 45 વર્ષથી નીચેના 47,7427ને પ્રથમ ડોઝ, 31722ને બીજો ડોઝ, 45થી 60 વર્ષ વચ્ચે 388229ને પ્રથમ તેમજ 196535ને બીજો ડોઝ, તેમજ ફ્રન્ટ લાઈન વોરિયર્સમાં 20042ને પ્રથમ અને 15726 લોકોને બીજો ડોઝ અપાઈ ચુક્યો છે. અન્ય 11699ને પ્રથમ તેમજ 9594ને બીજો ડોઝ મળીને કુલ 11,51,024 લોકોને પ્રથમ તેમજ બીજો ડોઝ આપવામાં આવ્યો છે.હાલ સુધીમાં રાજકોટ શહેરમાં પ્રથમ તેમજ બીજો ડોઝ મળી 13,91,713 ડોઝ તેમજ જિલ્લામાં 11,51,024 ડોઝ સાથે કુલ 25,42,737ડોઝ અપાયા હોવાનું વિભાગીય નિયામક ડો. રૂપાલીબેન મહેતાજણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...