તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેતીનો વ્યાપ વધશે:આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં સૌરાષ્ટ્રના ખેડૂતો સાથે આફ્રિકા કરાર કરશે, 100થી વધુ વેપારીઓ-ખેડૂતો આફ્રિકાથી આવશે

રાજકોટ6 મહિનો પહેલા
સૌરાષ્ટ્રના વેપારીઓ સાથે આફ્રિકાના વેપારીઓએ કરાર કર્યા હતા. (વર્ષ 2019માં યોજાયેલા આંતરરાષ્ટ્રીય વેપાર મેળાની તસવીર).
  • રાજકોટમાં કૃષિ સંમેલન યોજાશે, કૃષિમાં આફ્રિકાના દેશનો 500 કરોડનો વેપાર

કોરોના પછી પહેલીવાર આફ્રિકાના 100થી વધુ ખેડૂત, વેપારીઓ રાજકોટ આવી રહ્યા છે. તેઓ રાજકોટ અને સૌરાષ્ટ્રના ખેતર અને વિવિધ ઉદ્યોગોની મુલાકાત લેશે. ખેતી માટે સૌરાષ્ટ્રના ખેડૂતો સાથે કરાર કરશે. આગામી 19થી 20 માર્ચ દરમિયાન રાજકોટમાં આંતરરાષ્ટ્રીય વેપાર મેળો યોજાશે. જેમાં રાજકોટમાં આ માટે કૃષિ સંમેલન યોજાશે. સામાન્ય રીતે રાજકોટમાં દર વર્ષે રૂ. 500 કરોડનો ખેતીક્ષેત્રમાં વેપાર થાય છે.

વિશ્વની નજર રાજકોટ અને સૌરાષ્ટ્ર તરફ મંડાઈ
સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા 19થી 21 માર્ચ સુધી આંતરરાષ્ટ્રીય વેપાર મેળો યોજાશે. જેમાં આ સંમેલન મળશે અને કરાર થશે. આ અંગે વધુ માહિતી આપતા પ્રમુખ પરાગભાઈ તેજુરાએ જણાવ્યું હતું કે, કોરોનાને કારણે સમગ્ર વિશ્વ ચીનની વસ્તુ ખરીદવાનું ટાળી રહ્યું છે અને સમગ્ર વિશ્વની નજર રાજકોટ અને સૌરાષ્ટ્ર તરફ મંડાઈ છે. રાજકોટ એ મિનિ ચાઈના હોવાથી સમગ્ર વિશ્વમાં ઓટોમોબાઈલ, એન્જિનિયરિંગ, આઈટી, મશીનરી પ્રોડક્ટમાં તમામ જરૂરિયાત પૂરી કરવાની ક્ષમતા
ધરાવે છે.

2019ના વર્ષમાં આફ્રિકાથી ખેડૂતો અને વેપારીઓ આવ્યા હતા.
2019ના વર્ષમાં આફ્રિકાથી ખેડૂતો અને વેપારીઓ આવ્યા હતા.

આ કારણે થાય છે કરાર
1. આફ્રિકામાં ખેતી માટે પૂરતી જમીન છે અને ખેડૂતોની સંખ્યા ઓછી છે.
2. જમીનમાં રાસાયણિક ખાતર, દવાનો વપરાશ થતો નહીં હોવાથી ઓર્ગેનિક છે
3. ખેતી માટે ત્યાં ટેક્નોલોજીનો વપરાશ ઓછો થાય છે, સૌરાષ્ટ્રના ખેડૂતો પાસે ટેક્નોલોજીની જાણકારી છે.
4. આફ્રિકામાં ઉત્પાદિત થતી પ્રોડક્ટ માટે પૂરતું માર્કેટ મળી રહે છે.આ કારણે થાય છે કરાર