ગરમીમાં ઠંડુ ખાતા પહેલા ચેતજો:રાજકોટના મોરબી રોડ પર ક્રિષ્ના ગુલ્ફી એન્ડ આઇસ્ક્રીમમાંથી 100 કિલો કેમિકલયુક્ત એસન્સવાળી કેન્ડી મળી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બિનઆરોગ્યપ્રદ 100 કિલો કેન્ડીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. - Divya Bhaskar
બિનઆરોગ્યપ્રદ 100 કિલો કેન્ડીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો.
  • કેન્ડીના પેકિંગ પર ઉત્પાદન તારીખ અને બેચ નંબર દર્શાવ્યા નથી

ઉનાળાની ઋતુ દરમિયાન આઇસ્ક્રીમ અને કેન્ડીનો ઉપયોગ થાય છે. ત્યારે લોકોના આરોગ્ય ધ્યાને લઈને રાજકોટ મનપાના ફૂડ વિભાગે જૂના મોરબી રોડ પર શ્રીક્રિષ્ના ગુલ્ફી એન્ડ આઇસ્ક્રીમ નામની ઉત્પાદક પેઢીની સ્થળ તપાસ કરી હતી. જેમાં કેન્ડીનું ઉત્પાદન થતું હોવાનું મળી આવ્યું હતું. સ્થળ પર પેઢીના માલિક કૃષ્ણ ગોપાલ ભૂરીસિંગ પાલે કેન્ડી જેવી કે ચોકોબાર, મેંગો ડોલી, માવા કેન્ડી, મેંગો જ્યુસી અને વેનીલા આઇસ્ક્રીમનું બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં ઉત્પાદન કરવામાં આવતું હતું. જેમાં 60 કિલો ચોકોબાર કેન્ડી અને 40 કિલો મેંગો ડોલી કેન્ડી મળીને કુલ 100 કિલો બિનઆરોગ્યપ્રદ કેન્ડીનો નાશ કરવામાં આવ્યો હતો.

તપાસમાં શું શું બહાર આવ્યું
1. ચોકોબાર કેન્ડી બનાવવામાં ખરેખર તો મિલ્ક ફેટ કે FSSAI દ્વારા માન્યતા પ્રાપ્ત વેજીટેબલ ફેટનો ઉપયોગ માન્ય છે.
2. મેંગો ડોલી કેન્ડી બનાવવામાં કેમિકલયુક્ત એસન્સનો ઉપયોગ કરવામાં આવતો હતો.
3. કેન્ડીનું પેકિંગ કરવામાં આવતું નથી કે કોઈ લેબલ લગાવેલું નથી. તેમજ કેન્ડીનું પેકિંગ કર્યા બાદ મિલ્ક ફેટમાંથી બનાવેલ છે તે દર્શાવવું જરૂરી છે. કેન્ડી ઉપર ઉત્પાદન તારીખ, બેચ નંબર તથા ઈન્ગ્રેડિયન્ટસ પણ દર્શાવવું જરૂરી છે.

ઠંડાપીણા અને શેરડીના રસનું વેચાણ કરનારાઓને નોટિસ
ઉત્પાદન સ્થળની બિનઆરોગ્યપ્રદ સ્થિતિ અને સ્ટોરેજ બાબતે પેઢીના માલિકને નોટિસ આપવામાં આવી છે. તેમજ ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 મુજબ ચોકોબાર કેન્ડી અને મેંગો ફ્લેવર્ડ સિરપનો નમૂનો લઈ પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યો છે. ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે સાધુવાસવાણી રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 15 ફૂડ બિઝનેસ ઓપરેટર દ્વારા વેચાણ થતાં ઠંડાપીણાં, શેરડીનો રસ, આઇસ્ક્રીમ અને ઉપયોગમાં લેવાતા ખાદ્યતેલ વગેરેના 9 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 8 ફૂડ બિઝનેસ ઓપરેટરને લાઇસન્સ અંગે નોટિસ આપવામાં આવી હતી.

કેન્ડી બનાવવાના સ્થળે સફાઇનો પણ અભાવ જોવા મળ્યો હતો.
કેન્ડી બનાવવાના સ્થળે સફાઇનો પણ અભાવ જોવા મળ્યો હતો.

આ 8 ફૂડ ઓપરેટરને નોટિસ અપાઇ
1. ઉમિયાજી કોલ્ડ્રિંક્સ- લાઇસન્સ અંગે નોટિસ
2. ઉમિયા રસ પાર્લર- લાઇસન્સ અંગે નોટિસ
3. ગજાનન રસ એન્ડ ગોલા- લાઇસન્સ અંગે નોટિસ
4. બાપાસીતારામ રસ સેન્ટર- લાઇસન્સ અંગે નોટિસ
5. સ્વામીસ રેસ્ટોરન્ટ- લાઇસન્સ અંગે નોટિસ
6. બહુચરાજી ડ્રાયફ્રૂટ- લાઇસન્સ અંગે નોટિસ
7. શ્રી બંસીધર ડેરી ફાર્મ- લાઇસન્સ અંગે નોટિસ
8. નીલકંઠ પ્રોવિઝન સ્ટોર- લાઇસન્સ અંગે નોટિસ