શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરાયું છે. રાજ્યમાં કુલ અંદાજે 17 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ત્યારે સૌથી મહત્ત્વની બાબત એ છે કે, અત્યાર સુધી બોર્ડની પરીક્ષામાં કોરોનાકાળ દરમિયાન બોર્ડે પેપર સ્ટાઈલમાં રાહત આપી હતી, પેપર સ્ટાઈલ અને પ્રશ્નો સરળ બનાવ્યા હતા પરંતુ હવે કોરોનાકાળ બાદ 2019-20ની પરીક્ષા પદ્ધતિ પ્રમાણે જ બોર્ડની પરીક્ષા લેવાશે. પેપર સ્ટાઈલ પણ અગાઉની જૂની પદ્ધતિ પ્રમાણે હશે અને 100% લાગુ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
શાળાઓમાં 40% કોર્સ ભણાવી દીધો ત્યારે બોર્ડે પરીક્ષાની પેપર સ્ટાઈલ બદલી હતી
ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સામાન્ય રીતે અભ્યાસક્રમની શરૂઆત બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ તુરંત જ કરી દેતા હોય છે અને એપ્રિલ-મે-જૂન-જુલાઈ સુધીમાં 40% કોર્સ પૂર્ણ થઇ ગયો હોય છે. શિક્ષણ બોર્ડે જુલાઈ માસમાં જૂની પેપર સ્ટાઈલ પ્રમાણે જ પરીક્ષા લેવાનું જાહેર કર્યું હતું.
પરંતુ ત્યાં સુધીમાં રાજકોટ સહિત રાજ્યભરની શાળાઓમાં વિદ્યાર્થીઓને 40% કોર્સ કોરોના વખતની જ પેપર સ્ટાઈલ પ્રમાણે ભણાવી દીધો હોવાથી ચાલુ વર્ષે કોરોના સમયની જ પેપર સ્ટાઈલ યથાવત્ રાખવા શાળા સંચાલકોએ માગણી કરી હતી અને બોર્ડના સચિવને પણ લેખિતમાં રજૂઆત કરી હતી. પરંતુ બોર્ડે આ વર્ષે કોઈપણ રાહત આપ્યા વિના જૂની પદ્ધતિથી જ પરીક્ષા લેવા નક્કી કર્યું છે.
ધોરણ-10, 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું સમયપત્રક | |||
તારીખ | ધો.10 | ધો.12 સા.પ્ર. | ધો.12 વિ.પ્ર. |
14 માર્ચ | ગુજરાતી | નામના મૂળતત્ત્વ | ભૌતિક વિજ્ઞાન |
15 માર્ચ | સ્ટાન્ડર્ડ ગણિત | તત્ત્વજ્ઞાન | ---- |
16 માર્ચ | ---- | આંકડાશાસ્ત્ર | રસાયણ વિજ્ઞાન |
17 માર્ચ | બેઝિક ગણિત | અર્થશાસ્ત્ર | ---- |
18 માર્ચ | ---- | ---- | જીવ વિજ્ઞાન |
20 માર્ચ | વિજ્ઞાન | વાણિજ્ય વ્યવસ્થા | ગણિત |
21 માર્ચ | ---- | ગુજરાતી(દ્વિતીય ભાષા) | ---- |
23 માર્ચ | સામાજિક વિજ્ઞાન | ---- | અંગ્રેજી(દ્વિતીય ભાષા) |
24 માર્ચ | ---- | ગુજરાતી(પ્રથમ ભાષા) | ---- |
25 માર્ચ | અંગ્રેજી | હિન્દી | કમ્પ્યૂટર |
27 માર્ચ | ગુજરાતી(દ્વિતીય ભાષા) | કમ્પ્યૂટર | ---- |
28 માર્ચ | સંસ્કૃત/ હિન્દી | સંસ્કૃત | ---- |
29 માર્ચ | ---- | સમાજશાસ્ત્ર | ---- |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.