આગામી તારીખ 18થી 21 નવેમ્બર દરમિયાન એકાઉન્ટ વ્યવસાયની ઓલિમ્પિક ગણાતી WCOA (વર્લ્ડ કૉંગ્રેસ ઑફ એકાઉન્ટન્ટ્સ) વૈશ્વિક ઇવેન્ટ યોજાવાની છે. મુંબઈમાં યોજાનારી આ ઇવેન્ટમાં રાજકોટના 100 જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભાગ લેવાના છે.
ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા (ICAI) દ્વારા આયોજિત આ ઇવેન્ટ જીઓવર્લ્ડ કન્વેન્શન સેન્ટર, મુંબઈ ખાતે “બિલ્ડિંગ ટ્રસ્ટ એનેબલિંગ સસ્ટેનેબિલિટી’ થીમ પર યોજાશે. આ ઇવેન્ટ દર ચાર વર્ષે એક વખત યોજાય છે. આ વર્ષે ભારત તેની આઝાદીના 75 વર્ષ “આઝાદી કા અમૃત મહોત્સવ’ તરીકે ઉજવી રહ્યું છે, ત્યારે WCOA સમગ્ર ઉજવણીમાં ભવ્યતા ઉમેરશે.
WCOAના ઈતિહાસમાં સૌથી વધુ સંખ્યામાં સહભાગીઓ સાથે આ પ્રથમ કોન્ફરન્સ છે જેમાં 100થી વધુ દેશમાંથી 9000થી વધુ વૈશ્વિક થિંક ટેન્ક (વ્યવસાયિક એકાઉન્ટન્ટ્સ, અર્થશાસ્ત્રીઓ, શિક્ષણવિદો, ઉદ્યોગ અગ્રણીઓ, વિઝનરી અને પ્રતિનિધિઓ) ભાગ લેશે.
35 વિચારપ્રેરક સત્રોને સંબોધતા 150થી વધુ પ્રતિષ્ઠિત વક્તાઓ હશે. ઇવેન્ટની થીમ, “બિલ્ડિંગ ટ્રસ્ટ, એનેબલિંગ સસ્ટેનેબિલિટી’ ભવિષ્ય માટે ટકાઉ અર્થતંત્રો બનાવવા એકાઉન્ટન્સી વ્યવસાયની આગામી પેઢીને માર્ગદર્શન, પ્રેરણા આપશે. આ ઇવેન્ટ વૈશ્વિક સ્તરે માત્ર ભારતીય એકાઉન્ટન્સી વ્યવસાયની શક્તિને દર્શાવવા માટે અનોખું પ્લેટફોર્મ પૂરું પાડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.