તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુવેબલ હોસ્પિટલ:રાજકોટની ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં 100 બેડની ઇન્ડો-અમેરિકન સિસ્ટમની સમગ્ર ભારતમાં પ્રથમ મુવેબલ હોસ્પિટલ બનશે

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જરૂર પડ્યે ગણતરીની કલાકોમાં જ પેરાસુટની જેમ હવા ભરતા જ વિશાળ હોસ્પિટલ ઉભી થઇ શકશે
  • ઇન્ડો અમેરિકન ફાઉન્ડેશન દ્વારા બે દિવસથી ચાલતી ટ્રાયલ, કલેક્ટર કરશે નિદર્શન
  • આઇ.સી.યુ.માં હોય તેવી તમામ સુવિધાઓ આ ‘પેરાસુટ હોસ્પિટલ’માં પૂરી પાડી શકાશે

કોરોનાની બીજી ઘાતક લહેરમાં સિવિલ હોસ્પિટલની બહાર ચૌધરી હાઇસ્કૂલના મેદાનથી લઇને છેક રોડ સુધી એમ્બ્યુલન્સની લાઇન લાગી હોવાનો કંપારી છોડાવતા દ્રશ્યો જીવનભર ભલી શકાય તેમ નથી. હજુ સંભવિત ત્રીજી લહેરનો ખતરો તોડાઇ રહ્યો છે. ત્યાંરે એક નવીન ટેક્નોલોજીસાથે ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં જરૂર પડ્યે એકસાથે 100 બેડની વ્યવસ્થા કરી શકાય તેવી ઇન્ડો અમેરિકન ટેક્નોલોજીની મુવેબલ હોસ્પિટલની તૈયારી કલેક્ટર અરૂણ મહેશ બાબુએ કરાવી છે.

કોરોનાની બીજી લહેર દરમિયાન સિવિલ હોસ્પિટલની બહાર મંડપ ઉભા કરીને તેમા દર્દીઓને સારવાર આપવી પડે તેવી હાલત સર્જાઇ હતી. મંડપની જગ્યાએ ગણતરીની મિનિટોમાં જ આઇ.સી.યુ.માં ઉપલબ્ધ હોય તેવી સુવિધા સાથે હોસ્પિટલનો જ રૂમ હોય તેવી આબૂહૂબ વ્યવસ્થા ઉભી થઇ જાય તેવી ટેક્નોલોજીયુક્ત વ્યવસ્થા કલેક્ટર અરૂણ મહેશ બાબુ કરાવી રહ્યા છે.

સમગ્ર ભારતમાં આ પ્રકારની પ્રથમ હોસ્પિટલ રાજકોટમાં : કલેક્ટર
કોરોનાની બીજી ઘાતક લહેરમાં ઓક્સિજન બેડ, સામાન્ય બેડ સહિતના ટાંચા સાધનોને લઇને જે સ્થિતિ થઇ હતી તેમાથી બોધપાઠ લઇને સંભવિત ત્રીજી લહેર સામે અત્યારથી જ તમામ સ્તરે તૈયારીઓ સ્ટેન્ડ ટુ રાખવામા આવી છે. ઇન્ડો અમેરિક ટેકનોલોજીથી આ પ્રકારની એર ડોમ ટાઇપ મુવેબલ હોસ્પિટલની વ્યવસ્થા સમગ્ર ભારતમાં પ્રથમ રાજકોટમાં થઇ રહી છે તેમ કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યુ હતુ.