તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

માનવતા:રાજકોટના ગુરુદ્વારામાંથી સેવાનો ધોધ વહ્યો, રોજ 10 હજાર ટિફિન તૈયાર કરીને જરૂરીયાતંદ લોકોને પહોંચાડવામાં આવે છે

રાજકોટ6 મહિનો પહેલા
  • 100 ટિફિનની સેવાકીય પ્રવૃત્તિથી શરૂ થયેલી યાત્રા આજે 10 હજાર ટિફિન ઉપર પહોંચી
  • કર્ફ્યુગ્રસ્ત જંગલેશ્વર વિસ્તારમાં રોજ 3 હજાર ટિફિન પહોંચાડવામાં આવે છે

રાજકોટમાં કોઇ પણ કટોકટી સર્જાય ત્યારે શહેરમાં લોકોની મદદ માટે માનવતાનો ધોધ વહે છે, ત્યારે કોરોના વાઈરસની મહામારીમાં શહેરનું દુઃખ નિવારણ સાહેબ ગુરુદ્વારા દ્વારા દરરોજના 10 હજાર ટિફિન જરૂરીયાતમંદ લોકોને પોહચાડવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેરના કર્ફ્યુગ્રસ્ત વિસ્તાર એટલે કે જંગલેશ્વરમાં 3 હજાર જેટલા ટીફિનો મોકલવામાં આવે છે
અનેક દાતાઓ કરિયાણું અને શાકભાજીની પણ મદદ કરે છે
કોરોના વાઈરસને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે રાજકોટમાં લોકડાઉનને પગલે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા અનેકવિધ સેવાકીય કર્યો કરવામાં આવી રહ્યા છે. રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર આવેલા દુઃખ નિવારણ સાહેબ ગુરુદ્વારાના સેવકો આવું જ ભગીરથ કાર્ય કરી રહ્યા છે. લોકડાઉનની શરૂઆતમાં માત્ર 100 ટિફિનની સેવાની શરૂઆત કરનાર આ સેવકો આજે 10 હજાર જરૂરિયાતમંદ લોકોને ટિફિન અને પાર્સલ સેવા આપી રહ્યા છે. અહીં અનેક દાતાઓ કરિયાણું તેમજ શાકભાજીની પણ મદદ કરી રહ્યા છે. 
રોજ 12 કલાક રસોડું ચાલુ હોય છે
સેવાકીય પ્રવૃત્તિ કરતા ગૌરાંગભાઈ મણિયારે divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રોજ 12 કલાક રસોડું ચાલુ હોય છે. એક સમયનું ટિફિન બનાવવામાં આવે છે. જેમાં મગનું શાક સેવ ટમેટાનું શાક દૂધી ચણાની દાળનું શાક વગેરે રાખવામાં આવે છે. એક ટિફિનમાંથી બે વ્યક્તિઓ જમી શકે છે. 30થી વધુ સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે અને તમામ લોકો રસોઈ બનાવવા સહિત તમામ પ્રકારની તકેદારી પણ રાખી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો