વીડિયો વાઇરલ:રાજકોટમાં BRTS કોરિડોરમાં ગુપ્તિથી કેક કટિંગ કરી બાઇક પર સ્ટંટ કરતા 10 શખ્સ ઝડપાયા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપીઓની તસવીર - Divya Bhaskar
આરોપીઓની તસવીર
  • બીઆરટીએસ કોરિડોર પરનો વીડિયો ફરતો થયો હતો
  • ગુનો નોંધી તમામને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

શહેરમાં અસામાજિક તત્ત્વો બેખોફ બની નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાના વીડિયો સમયાંતરે સોશિયલ મીડિયામાં ફરતા કરી સરાજાહેર કાયદાની ઐસી તૈસી કરતા રહે છે. આવા જ કિસ્સામાં શુક્રવારે રાતે દોઢસો ફૂટ રિંગ રોડ પરના BRTS કોરિડોર પર કેટલાક શખ્સો ગુપ્તિ જેવા હથિયારોથી કેક કટિંગ કરી બાઇક પર સ્ટંટ કરતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો.

ત્યારે નિયમોનું ઉલ્લંઘન કરતા શખ્સોએ સોશિયલ મીડિયામાં વહેતો કરેલો વીડિયો પોલીસમાં પહોંચતા માલવિયાનગર પોલીસ તુરંત સ્થળ પર દોડી ગઇ હતી અને બનાવ સ્થળ આસપાસના સીસીટીવી તપાસવાનું શરૂ કર્યું હતું. ફૂટેજમાં દસ જેટલા શખ્સોની ઓળખ મળતા તમામને દબોચી લીધા હતા.

જેમાં ભવાનીનગર 25 વારિયાનો રાહુલ કનુ સોલંકી, તેનો ભાઇ પરેશ, નેસડા ધારમાં રહેતો રવિ વજુ સોલંકી, અર્જુન જસાણી, મહેશ પરમાર, સાગર મકવાણા, વિપુલ મોઢવાણિયા, વાવડીનો અર્જુન ભટ્ટી, મવડીનો કિશન રમણીક મકવાણા અને પુનિતનગરના નિલેશ ચંદુ કવીઠિયા નામના શખ્સોને ઝડપી લીધા હતા.

પૂછપરછમાં રાહુલનો જન્મદિવસ હોય BRTS કોરિડોરમાં મોડી રાતે હથિયાર સાથે ઉજવણી કરી હોવાનું જાણવા મળ્યું હતું. BRTS કોરિડોર પર લોકોની અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં તમામ શખ્સોએ નિયમોનો ઉલાળિયો કરતા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી તમામને કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસે ગુપ્તિ પણ કબજે કરી છે.

અન્ય સમાચારો પણ છે...