તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેન્દ્રના નિયમનો ઉલાળ્યો:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ફાળવેલા પરીક્ષા કેન્દ્રોમાં 10% કોલેજમાં CCTV કેમેરા નથી!

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આશરે 30 હજાર વિદ્યાર્થીની પરીક્ષા આજથી શરૂ થઇ રહી છે ત્યારે પરીક્ષા કેન્દ્રોમાં ફરજિયાત સીસીટીવી કેમેરા હોવાનો નિયમ હોવા છતાં કુલ પરીક્ષા કેન્દ્રો પૈકી 10 ટકા કોલેજમાં સીસીટીવી કેમેરા જ નથી. ઘણી કોલેજમાં સીસીટીવી કેમેરા છે પરંતુ બંધ હાલતમાં છે, તો કેટલીક કોલેજે સીસીટીવી કેમેરાના આઈડી-પાસવર્ડ યુનિવર્સિટીને મોકલ્યા નથી. આવી પરિસ્થિતિમાં યુનિવર્સિટી પરીક્ષાના દરેક કેન્દ્રો ઉપર કેવી રીતે મોનિટરિંગ કરશે તે પણ પ્રશ્ન છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જુદા જુદા કોર્સના 30 હજારથી વધુ વિદ્યાર્થીઓની આજથી પ્રથમ તબક્કાની પરીક્ષા લેવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના છ જિલ્લામાં 128 કેન્દ્ર પર વ્યવસ્થા ગોઠવી છે, પરંતુ તેમાંથી 10 ટકા જેટલી કોલેજ એવી છે જેમાં સીસીટીવી કેમેરા જ નથી. સીસીટીવી કેમેરા વિનાની જેટલી કોલેજ છે તેમાંથી મોટાભાગની કોલેજ સરકારી અને ગ્રાન્ટેડ છે. કોલેજ સંચાલકોએ ગ્રાન્ટના અભાવે સીસીટીવી કેમેરા નહીં ગોઠવ્યા હોવાનું બહાનું ધરી દીધું છે, પરંતુ યુનિવર્સિટી આ બાબતથી વાકેફ હોવા છતાં સીસીટીવી કેમેરા વિનાની કોલેજોમાં પરીક્ષાના કેન્દ્રો ફાળવાયા છે.

બીજી બાજુ ઘણા વિદ્યાર્થીઓને તેના વતનથી 100 કિ.મી દૂર પરીક્ષાનું કેન્દ્ર ફાળવાતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષાના બે દિવસ અગાઉ જ રાજકોટ અને જામનગરમાં કેન્દ્રો બદલાવતા વિદ્યાર્થીઓએ ફરીથી નવી હોલ ટિકિટ ડાઉનલોડ કરવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...